ખોડલ ધામઃ મહોત્સવમાં ૫૦ લાખ લેઉવા પાટીદાર ઉમટશે

Jan 15, 2017 05:00 PM IST | Updated on: Jan 15, 2017 05:01 PM IST

રાજકોટઃરાજકોટ કાગવડના ખોડલ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે ખોડલ ધામ ના પાંચ દિવસ ના મહોત્સવમાં ૫૦ લાખ થી વધુ લેઉવા પાટીદાર સહીત જન સમુદાય એકત્રિત થનાર છે. તેને લઇ ને ખોડલ ધામ ના ટ્રસ્ટી મંડળ એ સંદેશા વ્યવહાર ને અસર ન પડે તેનું ખાસ ધ્યાન રાખ્યું છે એટલે તો ખોડલ ધામ ના વિશાળમેદાન માં અત્યારથીજ મુવિંગ મોબાઈલ ટાવર ફીટીંગ થઇ રહ્યા છે. જેથી આ શક્તિધામમાં  લાખો માઈ ભક્તોની હાજરી વચ્ચે મોબાઈલ ધારકો ને નેટવર્ક ની સુવિધા મળશે.

રાજકોટ નજીક  કાગવડ ના ખોડલધામ  ના પ્રાણ પ્રતિસ્થા મહોત્સવ  ના અવસર નું  કાઉન્ટ ડાઉન શરુ થયું છે ત્યારે ખોડલ ધામ ના સંકુલ માંજયા જયા નજર કરો ત્યાં બસ શિસ્ત બદ્ધ રીતે સ્વય સેવકો ની ફોજ અલગ અલગ કામગીરી માં વ્યસ્ત છે તેવા માં ખોડલ ધામ ના પ્રવેશ દ્વાર નજીક વિશાળ સમિયાણા પાસે ફિલ્મી સેટ જેવા આકર્ષક દ્વાર ઉભા થઇ રહ્યા છે અને આ સધળું કામ અમદાવાદ ના ખ્યાતી પ્રાપ્ત મિસ્ત્રીઓ કરી રહ્યા છે અને આ દ્વાર તેયાર થતા સમિયાણા માં પ્રવેશતા પૂર્વે જાણે કોઈ મહેલ માં જતા હોઈ તેવો થશે.

ખોડલ ધામઃ મહોત્સવમાં ૫૦ લાખ લેઉવા પાટીદાર ઉમટશે

કાગવડ ના ખોડલધામ માં ૧૭ થી ૨૧ જાન્યુઆરી એમ પાંચ દિવસનો ભવ્ય પ્રાણ પ્રતિસ્થા મહોત્સવ યોજાનાર છે અને તેમાં ૫૦ લાખ થી વધુ ભાવિકો નું આવાગમન રહેશે. ત્યારે ખોડલ ધામ ટ્રસ્ટ દ્વારા નાના માં નાની બાબતો નો ખ્યાલ રાખવામાં આવ્યો છે ખાસ કરી ને લાખો ની સંખ્યા માં જન સમુદાય એકત્રિત થતો હોઈ ત્યારે સંદેશા વ્યવહાર નો પ્રશ્ન ઉપસ્થિત થયા તે સ્વાભાવિક છે પણ ખોડલ ધામ ટ્રસ્ટ એ આ માટે તમામ મોબાઈલ કંપનીઓ ને જાણ કરતા હાલ અહી મુવિંગ મોબાઈલ ટાવર ની ફીટીંગ સહીત ની કામગીરી ચાલી રહી છે.

તૈયારીઓ પુરજોશમાં રેકોર્ડ કરાશે

જેતપુરના કાગવડ ખાતે લેઉવા પટેલ સમાજના શક્તિ અને ભક્તિ ની આસ્થા સમાન માં  ખોડલ ના નવા બેસણા એટલૅ કાગવડ નું ખોડલ ધામ જેના માટે સમગ્ર વિસ્વના પટેલ સમાજ દિવસ રાત છેલા પાંચવર્ષ થી તનમન અને ધન થી સેવા આપી રહયા છે અને માની શક્તિ નું ખોડલ ધામ નું મંદિર નું નિર્માણ કામ પૂર્ણ થતા આગામી 17 થી 21 સુધી ભવ્ય તી ભવ્ય કાર્યક્ર્મો અને વલ્ડ રેકોડ સાથે મા ખોડલની પ્રાણ પ્રતિસ્થા થશે જૅમાટે સમગ્ર ગુજરાતમાં લેઉવા પટેલ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળીરહ્યો છે ત્યારે ખાસ જેતપુર તાણુંકમાં આવતું આ ખોડલ ધામ મંદિરના ઉત્સવ ની ત્યારી જોરદાર ચાલી રહી છે

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર