કાગવડનું ખોડલ ધામ ભક્તિમય બન્યું,20 હજાર સ્વયંસેવકો પહોંચ્યા,આવતીકાલથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

Jan 16, 2017 01:01 PM IST | Updated on: Jan 16, 2017 01:01 PM IST

રાજકોટઃઆવતીકાલથી કાગવડમાં ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થઇ રહ્યો છે. ત્યારે કાગવડનું ખોડલ ધામ ભક્તિમય બન્યું છે.20 હજારથી વધુ સ્વયંસેવકો ખોડલમાના મંદિરે આવી પહોંચ્યા છે.સૌરાષ્ટ્ર લેઉવા પાટીદારના યુવાનો ખોડલ ધામમાં આવી પહોંચ્યા છે.કાગવડ ના ખોડલધામ માં ૧૭ થી ૨૧ જાન્યુઆરી એમ પાંચ દિવસનો ભવ્ય પ્રાણ પ્રતિસ્થા મહોત્સવ યોજાનાર છે.

ભોજન વ્યવસ્થા ગીરસોમનાથ, સોમનાથ અને જામનગરના યુવાનો સંભાળશે. અહી આવતા યાત્રિકો માટે રસોડા ધમધમ્યા, મોહનથાળ, બુંદી અને ગાંઠિયા બનાવવાનું શરૂ કરાયું છે.એક કલાકમાં સવા લાખ ભાવિકો જમી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. ખોડલધામના ભીમકાય રસોડામાં 6 લાખ ડીશ, 12 લાખ વાડકાની વ્યવસ્થા કરાઇ છે.

કાગવડનું ખોડલ ધામ ભક્તિમય બન્યું,20 હજાર સ્વયંસેવકો પહોંચ્યા,આવતીકાલથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

કાગવડના ખોડલધામમાં આજે સ્વયંસેવકોની બેઠક મળી હતી.ખોડલધામના પ્રણેતા નરેશ પટેલનો સ્વયંસેવકોને અનુરોધ હતો કે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વિશ્વ સ્તરે રેકોર્ડ બનવાનો છે.ધીરજ અને શિસ્ત રાખી પાંચ દિવસ કાર્યરત રહેવા જણાવ્યું હતું.ખોડલ ધામ ના પાંચ દિવસ ના મહોત્સવમાં ૫૦ લાખ થી વધુ લેઉવા પાટીદાર સહીત જન સમુદાય એકત્રિત થનાર છે.

આવતીકાલ થી ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

ખોડલધામમાં રૂમઝૂમ પગલે પધારશે માં ખોડલ

સૌરાષ્ટ્રના ૮ જીલ્લામાંથી ૨૧ મૂર્તિની કાગવડ સુધીની શોભાયાત્રા

રાજકોટના રેસકોર્સ મેદાનમાંથી મુખ્ય મૂર્તિ સાથે શોભાયાત્રાનો થશે પ્રારંભ

સવારે ૭ વાગ્યે ખોડલધામની ભવ્ય શોભાયાત્રા શરુ

શહેરના રેસકોર્સ મેદાન, કિસાનપરા, મહિલા કોલેજ અંડરબ્રીજ, કાલાવડ રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ગોંડલ ચોકડી અનર ત્યાંથી શોભાયાત્રા કાગવડ પહોચશે.

શોભાયાત્રામાં નાસિકના ઢોલ અને ત્રાંસા સાથે ૫૦ વાધકોની ટીમ રહેશે

રથયાત્રામાં પડધરી, ટંકારા, અને મોરબીની શોભાયાત્રા જોડાશે.

રાજકોટથી સૌથી મોટી શોભાયાત્રા નીકળશે

રાજકોટની મુખ્ય શોભાયાત્રા ૩૫ થી ૪૦ કિલોમીટર લાંબી હશે

શોભાયાત્રામાં ૭૦૦૦ બાઈક જોડાશે

૪૦૦૦ કાર જોડાશે

૫૦ ફલોટસ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર