ગુજરાતમાં ન્યાયસંપર્ક પ્રોજેક્ટની શરૂઆત,શું થશે ફાયદા જાણો

May 27, 2017 02:21 PM IST | Updated on: May 27, 2017 02:21 PM IST

ગુજરાતમાં ન્યાય સંપર્ક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે.જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યુ છે કે એક જ જગ્યાએથી જેલમાં બંધ કેદીઓ અને જરૂરિયાતમંદ લોકોને તેમના કેસની વર્તમાનમાં સ્થિતિ શુ છે તે અંગે માહિતી મળશે અને તેમને કાયદાકીય મદદ પણ સરળતાથી મળશે.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દિપક મિશ્રાએ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય સંપર્કની ઓફિસ શરૂ કરી છે.

નીડરતા, નીતિમત્તા અને આધ્યાત્મિકતાના સંયોજનથી જ સમાજ સેવાનો હેતુ સિદ્ધ થાય છે.ન્યાય સંપર્કની બાબત પણ આ જ વિચારનુ એક બીજ છે.જસ્ટિસ દિપક મિશ્રા સુરત જેલ, સાબરમતી જેલના સત્તાધીશો સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત પણ કરી હતી.રાજ્યના કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ છે કે ન્યાય સંપર્ક પ્રોજેક્ટથી જરૂરિયાતમંદ લોકોને સરળતાથી કાયદાકીય મદદ મળી રહેશે.

ગુજરાતમાં ન્યાયસંપર્ક પ્રોજેક્ટની શરૂઆત,શું થશે ફાયદા જાણો

મહત્વનુ છે કે, ગુજરાતમાં વેસ્ટ-નોર્થ ઝોન સ્ટેટ લિગલ સર્વિસિસ ઓથોરિટીની બે દિવસીય રિજીયોનલ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં લોક અદાલત, પડતર કેસ, ન્યાય સંપર્ક જેવા વિવિધ વિષયો પર ચર્ચા થશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર