વિકાસ કામો કરાવવા કમિસન આપવું પડેછે,કથિત ઓડિયો વાયરલ

May 13, 2017 08:31 AM IST | Updated on: May 13, 2017 08:31 AM IST

જુનાગઢ માં કોર્પોરેશન સામે છેલા બે દિવસ થી કોંગી મહિલા કોર્પોરેટર ના પતિ  ભાજપ ના ભ્રસ્ટાચાર સામે આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે ભાજપ ના એક મહિલા કોર્પોરેટરે આંદોલન ચાલવી રહેલ ધર્મેશ પરમારને ફોન કરી ભાજપ ના મેયર ,ડેપ્યુટી મેયર ,સ્થાયી સમિતિ ના ચેરમેન ,શહેર ભાજપ પ્રમુખ દરેક કામ માં ટકાવારી લે છે તેવું ફોન માં કહેતા તેનો ઓડિયો વાઈરલ થયો હતો .જેમાં તેણે  ભાજપ ના પદાધીકારીઓ સામે ગંભીર આક્ષેપ કાર્ય હતા

 કોર્પોરેશન માં  ભાજપ ના પદાધીકારીઓ સામે ભ્રસ્ટાચાર ના ગંભીર આક્ષેપ કરતો વિડીઓ વાઈરલ થતા  ભાજપ ના પદાધિકારીઓ કોર્પોરેશન ખાતે દોડી આવ્યા હતા અને પાર્ટી માં કોઈ મતભેદ નથી અને માત્ર આવી  વાતો ને કોઈ તથ્ય નથી અ ને આવડી મોટી પાર્ટી છે તેમાં આવા બનાવો બનતા હોય છે કોઈ ને અસતોષ હશે તે સાચું પણ મારી સુધી આ વાત આ વી નથી તેમ કહી પોતાનો તેમજ ભાજપ ના પદાધિકારીઓ નો બચાવ કર્યો હતો. ખુદ ભાજપ ના મહિલા કોર્પોરેટરે પદાધીકરીઓ સામે ગંભીર આક્ષેપ કરતા ભાજપ માં ભૂકંપ આવ્યો છે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર