દેવામાં ડૂબેલ વિજય માલ્યાની કિંગફિશર કંપનીને કોણે લોન અપાવી હતી? ચોંકાવનારો પર્દાફાશ

Feb 03, 2017 11:15 AM IST | Updated on: Feb 03, 2017 11:15 AM IST

નવી દિલ્હી #કેન્દ્રમાં યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન નાણા મંત્રાલયમાં સંયુક્ત સચિવ રહેલા અમિતાભ વર્માએ ભાગેડુ જાહેર થઇ ચુકેલા વિજય માલ્યાને વિવિધ બેંકોમાંથી લોન મેળવવામાં મદદ કરી હતી. આ લોન માલ્યાની ડૂબતી એરલાઇન્સ કંપની કિંગફિશરને અપાઇ હતી. જેના પર ઘણું દેવું હતું.

કેટલાય ઇમેલ અને પત્રો મારફતે બંને વચ્ચે થયેલી વાતચીતમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે કેવી રીતે સચિવે વિજય માલ્યાને બેંકોના વડાઓ સાથે મળવા માટે મદદ કરી હતી. સાથોસાથ કેટલીક સંવેદનશીલ જાણકારીઓ પણ આપી હતી. જેમાં વિજય માલ્યાને લોન મળી શકી હતી. સીએનએન ન્યૂઝ18ને હાથ લાગેલ દસ્તાવેજોમાં આ સ્પષ્ટ ખુલાસો થયો છે.

દેવામાં ડૂબેલ વિજય માલ્યાની કિંગફિશર કંપનીને કોણે લોન અપાવી હતી? ચોંકાવનારો પર્દાફાશ

સીબીઆઇ સુત્રોના જણાવ્યા અનુસાર, આ કૌભાંડમાં મોટા ષડયંત્રની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે અધિકારીઓ અને રાજનેતાઓની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. સાથોસાથ એ મુદ્દે પણ તપાસ કરાશે કે એમણે કેમ ગુ્પત રાખવાના નિયમોનું ઉલ્લંઘન કર્યું અને એમાં એમને શું ફાયદો થયો? જલ્દી અમે આ મામલે મોટા માથાઓની તપાસ કરીશું.

પૂર્વ સંયુક્ત સચિવના અંગત સુત્રોનું માનીએ તો માલ્યા માટે બેંકોના વડાઓ સાથે બેઠક વ્યવસ્થા કરવામાં અમિતાભા વર્માની જ મોટી ભૂમિકા હતી. આ બીજો મોટો ખુલાસો સીએનએન ન્યૂઝ18એ કરેલા પર્દાફાશ બાદ થયો છે. જેમાં એ દર્શાવાયું હતું કે, કેવી રીતે વડાપ્રધાન મનમોહનસિંહના કાર્યાલયથી માલ્યાને બેંકોથી મોટી લોન લેવામાં મદદ મળી હતી. અને એ પણ ત્યારે કે જ્યારે માલ્યાની કિંગફિશર કંપની પોતાની લોન ચુકવી શકે એવી સ્થિતિમાં ન હતી.

સંયુક્ત સચિવ અમિતાભ વર્મા અને વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સ વચ્ચે લોન લેવા માટે ઘણીવાર ઇમેલ દ્વારા મેસેજ થયા છે.

ભારતીય સ્ટેટ બેંકના મુખ્ય નિર્દેશક સાથે મુલાકાતને લઇને કિંગફિશર એરલાઇન્સના સીએફઓ એ રઘુનાથન તરફથી 23 એપ્રિલ 2009ના રોજ અમિતાભ વર્માને મેલ લખાયો હતો.

આપણી વચ્ચે આજે સવાર થયેલી ટેલીકોન્ફરન્સમાં તમારી સલાહ બાદ મેં પીએનબીના અધ્યક્ષ અને મુખ્ય નિર્દેશકને ઇમેલ અને ભારતીય સ્ટેટ બેંકના અધ્યક્ષને એક પત્ર મોકલ્યો છે. હું એસબીઆઇના મુખ્ય નિર્દેશક સાથે કાલ માટે એક મિટિંગનો પ્રયાસ કરૂ છું. સહાયતા માટે આપને ધન્યવાદ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર