સુરેશપ્રભુના વિરોધને વખોડી જીતુ વાઘાણીએ કોંગ્રેસને આપી ચેતવણી

Feb 06, 2017 04:43 PM IST | Updated on: Feb 06, 2017 04:43 PM IST

અમદાવાદઃએક તરફ કેન્દ્રિય રેલ્વે મીનીસ્ટર સાથે સુરતમાં ગઇકાલે થયેલ વ્યવહાર જયારે બીજી તરફ સુરેન્દ્રનગરમાં સમૂહ લગ્નમાં ભાજપના જ સાંસદ શંકરભાઈ વેગડને લાફો મારવાનું પ્રકરણ કે પછી ભાજપના યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ સાથે થયેલ વ્યવહારને લઈને જ્યારે નેતાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઇ રહ્યા છે.

ત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આ પ્રકારનો વિરોધ કરી વિપક્ષ કોંગ્રેસ પાછલા બારણેથી પ્રોક્ષી વોર કરી રહી છે. સાથે સાથે કોંગ્રેસને ચેતવણી આપતા જણાવ્યું કે આ પ્રકારના કૃત્ય દ્વારા કોંગ્રેસ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરી રહી છે. જયારે ભાજપને સંસ્કાર નડી રહ્યા છે બાકી ભાજપનો કાર્યકર્તા પણ જવાબ આપી શકે છે.

ગુજરાત રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલન બાદ ક્યાંક ને ક્યાંક સરકારી કાર્યક્રમો માં ભાજપના નેતાઓનો વિરોધ અવારનવાર થતો જાય છે. સુરતમાં કેન્દ્રિય રેલ્વે મીનીસ્ટર સુરેશ પ્રભુ ને કાળો ખેસ પહેરાવવો અને લોલીપોપ આપવાના મામલા થી ગુજરાત ભાજપા આક્રમક મૂડ માં આવી ગયું છે. આજે ગુજરાત ભાજપા ના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે સરકારી કાર્યક્રમમાં ભાજપના ખેસ પહેરી આવવું અને ત્યાર બાદ મંત્રીજીને કાળા ખેસ પહેરાવવા બિલકુલ અશોભનીય છે. કોંગ્રેસના આ પ્રકારના કરતુત લોકશાહીને છાજે તેમ નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર