કરોડપતિ સાધ્વી જયશ્રીગીરી મામલે શું કહ્યુ જીતુ વાઘાણીએ જાણો

Jan 30, 2017 06:52 PM IST | Updated on: Jan 30, 2017 06:52 PM IST

નર્મદાઃપ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુ વાઘાણી એ આજે નર્મદા જિલ્લા ભાજપાની યોજાયેલી કારોબારી બેઠકમાં હાજરી આપી છે.જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,2017 વિધાનસભા ના મેનિફેસ્ટો બાબતે જણાવ્યું છે કે,ભાજપે હંમેશા વિકાસ અને લોકકલ્યાણના કાર્યો જ કર્યા છે.ભાજપા લોકો માટે સત્તા લે છેઅને કોંગ્રેસ પોતાના માટે સત્તા લે છે.કોંગ્રેસ અને આમઆદમી બાબતે જણાવ્યું છે કે, કોંગ્રેસ પાછલા બારણે રાજનીતિ કરી છે,અને આવનાર 2017 અને 2019 માં ભાજપા જ જીતશે.ભાજપા કોઈનાથી ડરતી નથી.

મુકતેશ્વર મઠના કરોડપતિ અને વિવાદીત સાધ્વી જયશ્રી ગિરીના ગોરખધંધા બાબતે જણાવ્યું છે કે,કડક હાથે કામગીરી થઇ રહી છે.તેમજ તપાસમાં છટક બારી ન રહે તે રીતે કાર્યવાહી થાય તેવું સ્ટેન્ડ ભાજપા અને રાજય સરકારનું છે.

કરોડપતિ સાધ્વી જયશ્રીગીરી મામલે શું કહ્યુ જીતુ વાઘાણીએ જાણો

સાધ્વી જયશ્રીગીરી મામલે જીતુ વાઘાણીનું નિવેદન

'જયશ્રીગીરી સામે કડક હાથે કાર્યવાહી થઈ રહી છે'

'તપાસમાં કોઈ છટકબારી ના રહે તે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે'

'ગુનેગારોને છોડવામાં નહીં આવે'

'કોંગ્રેસ પાછલા બારણેથી રાજનીતિ કરી રહી છે'

'2017ની ચૂંટણીમાં મેનિફેસ્ટો વિકાસ અને લોકકલ્યાણ રહેશે'

'આવનાર ચૂંટણીમાં ભાજપ જ જીતશે'

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર