હાર્દિકના આગમનથી ભાજપને કોઇ ફેર નહી પડે, 2017માં અમે જીતીશુંઃજીતુ વાઘાણી

Jan 16, 2017 02:10 PM IST | Updated on: Jan 16, 2017 03:09 PM IST

વડોદરાઃ વડોદરા જિલ્લાનાં સાવલી તાલુકાનાં ભાદરવા ગામે ચેહરે જોગણી માતા મંદિર પરિસરમાં યોજાયેલ સમુહ લગ્ન સમારોહમાં હાજરી આપવા આવેલ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ આવતીકાલે પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલના આગમનને લઇને કહ્યું હતું કે ગુજરાતમાં ફરીથી હાર્દિક પટેલનાં આગમન થશે તેનાંથી કોઇ રાજકિય રીતે કોઇ ફર્ક પડશે નહી.

પાટીદાર અનામત આંદોલન પાછળ કોગ્રેંસનો હાથ છે. કોગ્રેંસ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે રાજયનાં વિકાસને અવરોધે છે. જો કે 2017ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો વિજય નિચ્ચિત છે.

હાર્દિકના આગમનથી ભાજપને કોઇ ફેર નહી પડે, 2017માં અમે જીતીશુંઃજીતુ વાઘાણી

વડોદરા જિલ્લાનાં સાવલી તાલુકાનાં ભાદરવા ગામે  આવેલ ચેહર જોગણી માતાનાં મંદિર પરિસરમાં  આજે હિન્દુ સમુહ લગ્ન સમારોહનું આયોજન કરવામા આવ્યું હતુ.. જેમાં 82 યુગલોએ પ્રભુતાનાં પગલા માંડયા હતા. વિશાળ મંડપમાં યોજાયેલ આ  સમુહ લગ્ન સમારોહમાં  પ્રદેશ ભાજપ પ્રુમખ જીતભાઇ વાંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા,અને નવદંપતિઓની આર્શીવાદ આપ્યા હતા.

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર