ડબ્બા ટ્રેડિંગઃજીતુ થરાદની જામીન અરજી પર કાલે આવી શકે છે ચુકાદો

Jan 05, 2017 07:03 PM IST | Updated on: Jan 05, 2017 07:04 PM IST

અમદાવાદઃ ડબ્બા ટ્રેડિંગ કેસમાં જીતુ થરાદ સહિત પંદર આરોપીઓેની જામીન અરજી પર સિટી-સિવિલ સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે.આ અરજી પર સિટી-સિવિલ સેશન્સ કોર્ટે ચુકાદો આવતીકાલ સુધી અનામત રાખ્યો છે.સુનાવણી દરમિયાન આરોપીઓના વકીલની રજૂઆત હતી કે આ કેસમાં કોઈ ફરિયાદી નથી. કોઈને સાથે છેતરપિંડી થઈ નથી અને કોઈને નુકસાન પણ થયુ નથી.

જે કંપની સામે આક્ષેપ છે તે એનએસઈમાં લિસ્ટેડ છે.આ કેસમાં ડબ્બા ટ્રેડિંગ જેવુ કંઈ નથી.બીજી તરફ સરકારી વકીલની રજૂઆત હતી કે ડબ્બા ટ્રેડિંગમાં જીતુ થરાદ જ નાણા રોકનાર તરીકે મુખ્ય છે અને અન્ય આરોપીઓ પણ તેમાં સંકળાયેલા છે.મહત્વનુ છે કે ભૂતકાળમાં ક્રિકેટ સટ્ટાકાંડમાં જીતુ થરાદની સંડોવણી બહાર આવેલી છે.આ ઉપરાંત, ડબ્બા ટ્રે઼ડિંગમાં પણ જીતુ થરાદનુ નામ બહાર આવેલુ છે.

ડબ્બા ટ્રેડિંગઃજીતુ થરાદની જામીન અરજી પર કાલે આવી શકે છે ચુકાદો

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર