જીયો: સમય મર્યાદા વધારાઇ, હવે 15 એપ્રિલ સુધી પ્રાઇમ મેમ્બરશિપ લઇ શકાશે, 303 રૂપિયામાં 3 મહિના ફ્રી

Apr 01, 2017 09:33 AM IST | Updated on: Apr 01, 2017 09:33 AM IST

નવી દિલ્હી #લોન્ચ સાથે જ રિલાયન્સ જીયો ટેલીકોમ ક્ષેત્રે મોખરે છે. જીયોની ખાસ પ્રાઇમ મેમ્બરશિપ ઓફર સાથે જિયોએ અત્યાર સુધી 7.2 કરોડ પ્રાઇમ મેમ્બર જોડ્યા છે.

જીયો પ્રાઇમ મેમ્બરશિપને શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. શાનદાર રિસ્પોન્સને પગલે જિયો પ્રાઇમ મેમ્બરશિપ સ્કિમને 15 એપ્રિલ સુધી વધારવામાં આવી છે. પ્રાઇમ મેમ્બર પર ટેરિફ પ્લાન જુલાઇથી લાગુ થશે.

જીયો: સમય મર્યાદા વધારાઇ, હવે 15 એપ્રિલ સુધી પ્રાઇમ મેમ્બરશિપ લઇ શકાશે, 303 રૂપિયામાં 3 મહિના ફ્રી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જીયો પ્રાઇમના ડાટા પ્લાન સૌથી સારા ગણાવતાં કહ્યું કે, પ્રાઇમ મેમ્બરને હંમેશા સારી સુવિધા મળશે અને જીયો પોતાના પ્રાઇમ મેમ્બરને સૌથી વધુ સુવિધાઓ આપશે. જોકે તેમણે આગણ કહ્યું કે, 15 એપ્રિલ સુધી રિચાર્જ નહીં કરાવતાં આ સર્વિસ ખતમ થઇ જશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર