આઝાદીના 70માં વર્ષથી ભેટ, તમામ ભારતીયો માટે મફતમાં અપાશે Jio ફોન

Jul 21, 2017 01:09 PM IST | Updated on: Jul 21, 2017 03:06 PM IST

મુંબઈઃ રિલાયન્સ જિઓએ આજે વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીએ જિઓ ઇન્ફોકોમની અત્યાર સુધીની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતાં એ લોકોના આભાર માન્યો જે જિઓના ગ્રાહક છે.

એજીએમ દરમ્યાન મુકેશ અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 40 વર્ષમાં દેશની સૌથી મોટી કંપની બની ગઇ છે. આ સમયગાળા દરમ્યાન નફો 3 કરોડથી વધીને 30 હજાર કરોડ રૂપિયા થઇ ગયો છે. એટલે કે નફામાં 10 હજાર ટકાનો ગ્રોથ થયો છે. કંપનીની માર્કેટ કેપ પણ આ સમયગાળા દરમ્યાન 10 કરોડથી વધી 5 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે.

ril_jio1

આ રહ્યાં જિયોફોનના ફિચર્સ...

સૌથી સસ્તો 4G, દુનિયાનો સૌથી સસ્તો

સ્માર્ટ વોઈસ કમાન્ડથી કોલ કરવાની સુવિધા

વોઈસ કમાન્ડથી ઈન્ટરનેટ સાથે જોડાવાની સુવિધા

વોઈસ કમાન્ડથી મેસેજ મોકલવાની પણ સુવિધા

તમામ Jio સ્માર્ટફોન પર વોઈસકોલ ફ્રી રહેશે

153 રૂપિયામાં Jio ધનધનાધનની સ્કીમ લાગુ

Jio ફોન ટીવી કેબલ 309 રૂપિયામાં

Jio ફોન ટીવી કેબલ તમામ ટીવીમાં કામ કરશે

Jio ફોન ટીવી કેબલ સ્માર્ટ ટીવી સાથે

સાદા કલર ટીવીમાં પણ Jio ફોન ટીવી કેબલ કનેક્ટ થશે

 

સુચવેલા સમાચાર