કરોડપતિ ભજીયાવાલાની જામીન અરજી પર ચુકાદો અનામત

Mar 15, 2017 06:03 PM IST | Updated on: Mar 15, 2017 06:03 PM IST

સુરતઃનોટબંધી દરમિયાન સુરતમા કરોડોની બેનામી  સંપત્તિ સાથે ઝડપાયેલા જીગ્નેશ ભજીયાવાલાની જામીન અરજી પર આજે ખાસ અદાલત મા સુનાવણી દરમિયાન બંને પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ ઈ ડી ના વકીલ દ્વારા આર્થિક ગુના મા આરોપીને જામીન ન આપી શકાય તેવી રજૂઆત કરાઇ હતી.તથા અન્ય કેસ ના જજમેન્ટ પણ કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા.

તો જીગ્નેશ ભજીયાવાળાના વકીલએ દલીલ કરી હતી કે ઇડી ભજીયાવાલા સામે ગુનો પુરવાર કરવામાં નિષ્ફળ નીવડી છે.ખાસ અદાલત એ બંને પક્ષ ની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો.ખાસ અદાલત 18 મી ના રોજ જામીન અરજી પર ચુકાદો આવે તેવી શકયતા  છે.

કરોડપતિ ભજીયાવાલાની જામીન અરજી પર ચુકાદો અનામત

ફાઇલ તસવીર

 

સુચવેલા સમાચાર