હાઈકોર્ટ એડ્વોકેટ એસોસિયેશનની મે માસમા થનારી ચૂંટણી મોકૂફ, ક્યારે યોજાશે જાણો

Mar 27, 2017 08:43 PM IST | Updated on: Mar 27, 2017 08:43 PM IST

અમદાવાદઃગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ એસોસિએશન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશનની ચૂંટણી ડિસેમ્બરના બીજા શુક્રવારે યોજાશે.

હાઈકોર્ટ એડ્વોકેટ એસોસિયેશનની મે માસમા થનારી ચૂંટણી મોકૂફ, ક્યારે યોજાશે જાણો

ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ એસોસિએશનના પ્રમુખ અસિમ પંડ્યાનુ કહેવુ છે કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રૂલ્સ-2015નો ચાલુ વર્ષે પહેલી એપ્રિલથી અમલી કરણ થવાનો છે.જે મુજબ રાજ્યના તમામ બાર એસોસિએશનની ચૂંટણી એક સાથે અને એક જ દિવસે કરવાની રહેશે.ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ એસોસિએશના બંધારણ મુજબ મે માસમાં ચૂંટણી કરવાની હોય છે.

જો કે નવા નિયમના અમલીકરણના લીધે હવે આ ચૂંટણી હાલ નહી થઈ શકે. બીજી તરફ અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખે પણ કહ્યુ છે કે તેમના બારની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે.

સુચવેલા સમાચાર