રાહુલ ગાંધીને પુંછનો વાળ કહેવા પર મંત્રી નરેન્દ્ર તોમરને નોટિસ

May 07, 2017 09:00 AM IST | Updated on: May 07, 2017 09:00 AM IST

બિહારમાં ધનબાદ કોર્ટએ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર અભદ્ર ટિપ્પણીના મામલે નોટિસ મોકલી છે. કોર્ટએ કેન્દ્રીય મંત્રીને આ મામલે 6 જુલાઇએ જાતે હાજર અથવા તો વકીલના માધ્યમથી પોતાનો પક્ષ રાખવા કહ્યુ છે. મામલો જાન્યુઆરી 2016નો છે ત્યારે તોમર ધનબાદ પ્રવાસ પર હતા.

શું કહ્યુ હતું તોમરે

રાહુલ ગાંધીને પુંછનો વાળ કહેવા પર મંત્રી નરેન્દ્ર તોમરને નોટિસ

તોમરે 19 જાન્યુઆરી 2016ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેવા પહોચ્યા હતા. ટાઉન હોલ પર આયોજીત આ કાર્યકર્તા સંમેલનમાં તોમરે પોતાના ભાષણ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે અંતર બતાવતા કહ્યુ કે મોદી મુંછ છે તો રાહુલ ગાંધી પૂંછનો વાળ છે.

તોમરના આ નિવેદન પર ધનબાદ કોંગ્રેસ નેતા એમકે આઝાદએ 21 જાન્યુઆરી 2016ના ધનબાદ સીજેએમ કોર્ટમાં આઇપીસી કલમ 504-505 મુજબ ગુનો નોધાવ્યો હતો. આઝાદની આ ફરિયાદની તપાસ કરતા ન્યાયીક અધીકારી પ્રતાપ ચંદ્રની કોર્ટે રદ કરી હતી. આ પર આઝાદ ચીફ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ફરી અપીલ કરી હરતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર