જ્વેલર્સ પર ITના દરોડાઃ70 લાખની રોકડ,2.70 કરોડનું કાળુ નાણું ઝડપાયું

Jan 27, 2017 01:20 PM IST | Updated on: Jan 27, 2017 01:20 PM IST

અમદાવાદઃઅમદાવાદમાં જ્વેલર્સ પર ITના દરોડામાં પડયા હતા.5 જ્વેલર્સ ગ્રુપ પર તપાસ થઇ હતી.અમદાવાદમાં માણેકચોક, સેટેલાઈટ અને સી.જી.રોડ પર દરોડા પડ્યા હતા. ઉપરાંત મહેસાણા અને વિસનગરમાં પણ દરોડા પડ્યા હતા.

જેમાં 30 કરોડના બેનામી દસ્તાવેજો જપ્ત કરાયા છે.2.70 કરોડનું કાળુ નાણું ઝડપાયું હોવાનું સુત્રોએ જણાવ્યું છે.70 લાખની રોકડ સાથે 1.10 કરોડની મત્તા કબ્જે લેવાઇ છે.24 બેંક લોકર ITએ સીલ કર્યા છે. 5 ગ્રુપના 45 સ્થળોએ ત્રણ દિવસ સુધી તપાસ ચાલી હતી. હવે IT ડૉક્યુમેન્ટની ચકાસણી કરશે.

જ્વેલર્સ પર ITના દરોડાઃ70 લાખની રોકડ,2.70 કરોડનું કાળુ નાણું ઝડપાયું

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર