આ ગામની હસુમતિ બની ગઇ જયશ્રીગીરી, કેવા કેવા હતા શોખ જાણો...!

Feb 04, 2017 02:24 PM IST | Updated on: Feb 04, 2017 02:24 PM IST

મહેસાણાઃબહુચર્ચિત બનાસકાંઠાના વડગામ નજીકના મુક્તેશ્વર મઠની સાધ્વી જયશ્રીગીરી મામલે ન્યુઝ18 ઈટીવીએ મહેસાણા જિલ્લાના વિજાપુરના ખણુંસા ગામે પહોચ્યુ હતું. ત્યારે અહીથી પણ સાધ્વીના અનેક વિવાદો અને અત્યાર સુધી કોઇ ન જાણતી નવી જ કહાનીઓ જાણવા મળી હતી. ન્યુઝ18 ઈટીવી દ્વારા ગામમાં પહોચી તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે,જયશ્રીના પરિવાર સાથે અને ગામ સાથે વર્ષો પહેલાના છુટ્ટાછેડા હોવાનું માલુમ પડ્યું છે.

khanusa01

આ ગામની હસુમતિ બની ગઇ જયશ્રીગીરી, કેવા કેવા હતા શોખ જાણો...!

ચર્ચાસ્પદ બનેલા કરોડપતિ સાધ્વી જયશ્રીગીરી મૂળ મહેસાણા જીલ્લા ના વિજાપુર તાલુકાના ખણુંસા ગામની હોવાનું સામે આવ્યું હતું જેની કહત્રી કરવા ન્યુઝ18 ઈટીવીની ટીમે ગામની મુલાકાત કરતા જયશ્રીગીરી મૂળ આ ગામની દીકરી હસુમતી નામે આજથી ૩૦ વર્ષ પૂર્વે આ ગામમાં રહેતી હતી. તો જેને નાનીવયે ફિલ્મો જોવા અને હરવા ફરવા સહીત મોજ શોખોના કારણે ગામ આખામાં પ્રચલિત હતી. તો તેને ગામના પાટિયા પર ગોજારી જગ્યાએ અકસ્માતમાં પગે ગંભીર ઈજાઓ પણ થઇ હતી.

jaysrigiri jalvo

ત્યાર બાદ સજી થતા જ તે ગામ છોડી તે અવળી સંગતે લાગી ગઈ હતી અને ત્યારથી લઇ અત્યાર સુધી આ ગામમાં તેને કોઈએ યાદ કરી નોતી. જયારે પાપનો ઘડો અને ઘટનાની પાંખે ગામની એક નાની વયે નીકળી ગયેલી હસુમતી આજે જયશ્રીગીરી રૂપે કૌભાંડી અને ગુનેગાર બની સામે આવતા ગામ લોકો અને પરિવાર ચોંકી ઉઠ્યો છે.

સમગ્ર પ્રકરણમાં વિજાપુરના ખણુંસા ગામેં હસુમતી એટલે કે જયશ્રીગીરીના ગોસ્વામી પરિવારના અભ્યો કઈ પણ કહેવા તૈયાર ન હતા. તો આ પરિવાર ગામમાં હાલ પોતાનું જુનું મકાન વેચી મહાદેવના મંદિરે રહી રહ્યો છે અને આ મંદિરમાં કનુંગીરી નામે પુજારી રહેલા વ્યક્તિનો જયશ્રીગીરી સાથે ભાઈ હોવાનો નાતો રહ્યો હતો. જોકે હાલમાં આ પરિવાર તેની સાથે સબંધો ધરાવે છે કે કેમ તેનો કોઈ ખુલાસા આ ગોસ્વામી પરિવાર દ્વારા કરાયો નથી.

સુચવેલા સમાચાર