જામનગરઃત્રીજીવાર નપાસ થવાના ભયથી મેડિકલના છાત્રનો ફાંસો ખાઇ આપઘાત

May 18, 2017 02:25 PM IST | Updated on: May 18, 2017 02:25 PM IST

જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં મહુવાના વિદ્યાર્થીએ નાપાસ થવાના ભયથી ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મેડિકલ કોલેજ કેમ્પસ માં શોક નું મોજું ફરી વળ્યું છે.

જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં તુષાર ધીરજલાલ દેસાઇ (ઉમર વર્ષ ૨૨) અભ્યાસ કરતો હતો અને હોસ્ટેલના રૂમ નં. ૨૦ માં રહેતો હતો. ત્યારે ગત રાત્રે તુષારને તેના મિત્રએ નાસ્તા માટે બોલાવતા તુષાર બારણું નહીં ખોલતા તેને તંત્રને જાણ કરી બારણું ખોલાવતા તુષાર પાંખમાં દોરી બાંધી આત્મહત્યા કરેલ હતી. પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી તુષારના મૃતદેહને પી.એમ. માટે ખસેડાયો હતો. અને પોલીસે આ અંગે તપાસ કરતાં મૃતક તુષાર દેસાઇ એમ.પી. શાહ કોલેજના પ્રથમ વર્ષમાં બે વખત નાપાસ થયેલ હોય જેથી ફરી પાછો પણ પરીક્ષામાં નાપાસ થશે તે ભય ને લઈને ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું બહાર આવેલ છે.

જામનગરઃત્રીજીવાર નપાસ થવાના ભયથી મેડિકલના છાત્રનો ફાંસો ખાઇ આપઘાત

મૃતક તુષારે આત્મહત્યા કરતાં મેડિકલ કેમ્પસમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો મૃતક તુષારના પરિવારજનોએ મૃતદેહ ને પોતાના વતન મહુવા તરફ લઈ જવા રવાના થયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપસ હાથ ધરી છે.

સુચવેલા સમાચાર