D ગેન્ગ કરવાની હતી જામનગરના આ વેપારીની હત્યા!,શાર્પશૂટરોની કબુલાત, ATS કરશે તપાસ

Feb 25, 2017 03:45 PM IST | Updated on: Feb 25, 2017 08:05 PM IST

રાજકોટઃરાજકોટમાંથી જામનગરના વેપારીની હત્યા કરવા આવેલા ડી ગેગના શાર્પશૂટરની ધરપકડ કરાઇ છે.હથિયારો સાથે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે 4 શાર્પશૂટર પકડાયા છે.રાજકોટમાં ડી ગેન્ગના  અનિશ ઇબ્રાહીમના સાગરીતો ઝડપાતા ગુજરાત ATSની એક ટીમ રાજકોટ જવા રવાના થઇ છે.

ડી ગેંગ હોવાથી એટીએસ પણ તપાસમાં જોડાશે.

rjk sapsutar004

જામનગરના વેપારીની હત્યાનું ષડ્યંત્ર કરાયું હતું. વેપારી અસફાક ખત્રીની સોપારી અપાઈ હતી. દાઉદના ભાઈએ સોપારી આપી હતી.અનિસ ઈબ્રાહિમે રૂ.10 લાખની સોપારી આપી હતી.અસફાક ખત્રીના ઘરે અને ફેક્ટરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.જામનગર એસપીના નેતૃત્વમાં બંદોબસ્ત ગોઠવાયો છે. શાર્પશૂટરોની કબૂલાત પછી જામનગર પોલીસ પણ સતર્ક બની છે.

પકડાયેલા આરોપીના નામ

રામદાસ રહાને

વિનિત પુંડલીક જલતિ

અનિલ રાજુભાઈ ઘિલોડ

સંદિપ દયાનંદ શિબાંગ

રાજકોટમાં અનિસના સાગરીતો પકડાવાનો મામલો

અનિસ ઇબ્રાહિમને સોપારી પેટે મળવાના હતા કરોડો રૂપિયા

આરોપી રામદાસ 7 દિવસ પહેલા જામનગરમાં કરી ગયો હતો રેકી

વેપારી અશફાક ખત્રી શિપ મેકિંગનું પણ કરતો હતો કામ

જામનગરમાંથી જ અનિસ ઇબ્રાહિમને અપાઈ છે સોપારી

જામનગરના એક વેપારી દ્વારા અનિસ ઇબ્રાહિમને અપાઈ સોપારી

આ વેપારીની કરવાના હતા હત્યા

જામનગરઃઅશફાક ખત્રી સચાણામાં શિપબ્રેકિંગ યાર્ડમાં મોટો વ્યવસાય

વિદેશમાં પણ આ શિપિંગના માલની લેતીદેતીનો ધંધો હતો

મુદ્રા બંદરેથી તમાકુના નિકાસના વ્યવસાય સાથે પણ જોડાયેલા

પાન, બીડીની એક્સપોર્ટ કરતા અશફાક ખત્રીના ઘરે બંદોબસ્ત

જિલ્લા પોલીસ વડા દ્વારા અશફાક ખત્રીની પૂછપરછ હાથ ધરાઇ

અશફાક ખત્રીની આજે મુંબઇની પ્લેનની ટીકીટ હતી

શાર્પશૂટરોને માહિતી જામનગરથી કોઇ પહોંચાડતું હોવાની આશંકા

ખત્રી મુંબઇ જાય તે પહેલાં શાર્પશૂટરોને કામ પતાવી દેવાનું હતું

ગેન્ગસ્ટરની કુંડળી!

સકંજામાં D ગેંગના શાર્પશૂટર,પોલીસ સૂત્રો દ્વારા મળી માહિતી

રામદાસ રહાણેએ અશ્વિન નાયરની ગેંગમાંથી શરૂઆત કરી હતી

અશ્વિન નાયર દાઉદની ગેંગ માટે કામ કરતો હતો

7 સપ્ટેમ્બર 2004માં રામદાસ રહાણેની ધરપકડ કરાઈ હતી

2004માં રામદાસની ઉંમર 29 વર્ષની હતી

પકડાયેલ રામદાસ રહાણે ધરાવે છે ગુનાહિત ઈતિહાસ

એપ્રિલ 2006થી લઈ 2017 સુધીમાં નોંધાઈ ચુક્યા છે 6 જેટલાં ગુના

હાલમાં 23 જાન્યુઆરી 2017ના રોજ નોંધાયો હતો ગુનો

જેનો કેસ 2 ફેબ્રુઆરીના રોજ થયો હતો પૂર્ણ

ભૂતકાળમાં અશ્વિન નાયકની ગેંગ સાથે કરતો હતો કામ

અશ્વિન નાયક દાઉદ માટે કરતો હતો કામ

સુચવેલા સમાચાર