કાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળની ટીમ ત્રાટકી, આતંકીઓ ચકમો આપી ફરાર

Mar 17, 2017 08:44 AM IST | Updated on: Mar 17, 2017 08:44 AM IST

કાશ્મીર #જમ્મુ કાશ્મીરના પુલવામામાં આજે ફરી સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આતંકીઓ છુપાયાની પોલીસને મળેલી બાતમીને આધારે સુરક્ષા એજન્સીઓએ સ્થળને ઘેરી હુમલો કર્યો હતો. પરંતુ જાણવા મળ્યા મુજબ આતંકીઓ પોલીસને ચકમો આપી ત્યાંથી ફરાર થવામાં સફળ થયા છે.

આ અગાઉ 9 માર્ચે પણ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઇ હતી. જે બાદ અહીં જોરદાર હિંસક વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું અને આ દરમિયાન તોફાની તત્વોએ સુરક્ષા બળો પર પથ્થપરમારો પણ કર્યો હતો. જે બાદ પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા.

કાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળની ટીમ ત્રાટકી, આતંકીઓ ચકમો આપી ફરાર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર