જમ્મુ-કાશ્મીરના પહલગામમાં અથડામણ,ત્રણ આતંકી ઠાર

Jan 16, 2017 11:42 AM IST | Updated on: Jan 16, 2017 11:42 AM IST

શ્રીનગરઃજમ્મુ-કાશ્મીરના પહલગામમાં સેના સાથેની અથડામણમાં ત્રણ આતંકી ઠાર મરાયા છે.હિઝબુલના ત્રણ આતંકીઓને ઠાર કરાયા છે. તેમની પાસેથી3 AK રાઈફલ સહિતના હથિયારો જપ્ત કરાયા છે. આખી રાત અથડામણ ચાલુ રહી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પહલગામના અવુરા ગામમાં આતંકિયો છુપાયાની માહિતી આધારે સર્ચ અભિયાન હાથ ધરાયું હતું. ત્યારે આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સૈન્યદળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. આ વચ્ચે માહિતી મળી હતી કે બિજબેહરા વિસ્તારમાં યુવકો રસ્તા પર આવી ગયા હતા અને સેના પર પથ્થરમારો પણ કર્યો હતો. જાણકારી મુજબ અથડામણમાં સામેલ એક આતંકી તે વિસ્તાર સાથે નાતો ધરાવતો હતો. અથડામણ દરમિયાન રસ્તા પર ઉતરેલા લોકો અને પોલીસ વચ્ચે હિંસક ઝડપમાં પાંચ લોકો ઘાયલ થયા છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં અથડામણ,ત્રણ આતંકી ઠાર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર