કાશ્મીર: લશ્કર એ તોયબાનો ખૂંખાર આતંકી મુઝફ્ફર એન્કાઉન્ટરમાં ઠાર

Jan 06, 2017 12:09 PM IST | Updated on: Jan 06, 2017 12:09 PM IST

જમ્મુ #જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં શુક્રવારે સુરક્ષાબળો સાથેની અથડામણમાં લશ્કર એ તોયબાનો મુખ્ય કમાન્ડર ઠાર થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષાબળોએ ગુલજારપુરા ગામમાં લશ્કર કમાન્ડર છુપાયો હોવાની બાતમી મળી હતી જે બાદ એમણે શુક્રવારે સવારે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

પોલીસના અનુસાર સુરક્ષા બળોના જવાનોએ જ્યારે એના મકાન પાસે પહોંચ્યા, જેમાં મુઝફ્ફર અહેમદ નકૂ અલી ઉર્ફે મુજા મૌલવી છુપાયો હતો તો એણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. વળતા જવાબમાં જવાનોએ ફાયરિંગ કરતાં આતંકવાદી ઠાર કરાયો હતો.

કાશ્મીર: લશ્કર એ તોયબાનો ખૂંખાર આતંકી મુઝફ્ફર એન્કાઉન્ટરમાં ઠાર

બડગામ જિલ્લામાં ઠાર કરાયેલ આતંકવાદી મુઝફ્ફર અહેમદ લશ્કર એ તોયબા સાથે જોડાયેલો હતો. 53 રાષ્ટ્રીય રાઇફલના 2 આઇસી અનૂપ નાયરે જણાવ્યું કે, અમને મુઝફ્ફરને લઇને બાતમી મળી હતી. અમે એને ચારેબાજુથી ઘેરી લીધો હતો. એણે ઘેરાબંધી તોડવાનો પ્રયાસ કરતાં સામસામે ગોળીબારી થઇ હતી.

મુઝફ્ફર અહેમદ A++ શ્રેણીનો આતંકી હતો. એ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં હતો. તે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તરી કાશ્મીરમાં સક્રિય હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે ઠાર કરાયેલ લશ્કર કમાન્ડર જમ્મુ અને કાશ્મીરમાં મોસ્ટ વોન્ટેડ હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર