જમાલપુરના પુર્વ કોર્પોરેટરના મકાનને સળગાવવાનો પ્રયાસ

Mar 16, 2017 09:15 PM IST | Updated on: Mar 16, 2017 09:15 PM IST

અમદાવાદઃશહેરના જમાલપુર વિસ્તારના પુર્વ કોર્પોરેટર શરીફખાન અને તેના ભત્રીજાના મકાનને આગ લગાવવાનો પ્રયાસ કરાતા ખળભળાટ મચી ગયો છે.નોંધનીય છે કે આ બનાવમાં પૂર્વ કોર્પોરેટરના મકાનને પણ નુકશાન પહોંચતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરુ કરી છે.

જમાલપુરના પુર્વ કોર્પોરેટરના મકાનને સળગાવવાનો પ્રયાસ

જમાલપુર વિસ્તારના પુર્વ કોર્પોરેટર શરીફખાન અને તેમના ભત્રીજાના મકાન તેમજ બહાર પડેલા ટુ વ્હિલરને આગ ચાંપવામાં આવી છે.ગઈ કાલ મોડી રાતે કેટલાક શખ્સોએ પહેલા વાહનોમાં આગ લગાવી અને ત્યાર બાદ મકાનને આગ લગાવવાની કોશીશ કરી હતી. જોકે પરિવારજનો જાગી જતા એક મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ છે.

શરીફ ખાનનુ કહેવુ છે કે આ બનાવને કોણે અંજામ આપ્યો છે તે તો ખ્યાલ નથી પરંતુ બે દિવસ પહેલા તેમના ભત્રીજાના પુત્રનુ એક રિક્ષા સાથે અકસ્માત થયેલ અને જેની માથાકુટ ચાલી રહી હતી.પરંતુ તેમને ફરિયાદમાં તે વાતનો ઉલ્લેખ કર્યો નથી.

ત્યારે બીજી બાજુ આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે પણ જાણવાજોગ દાખલ કરી તપાસ શરુ કરી છે.પોલીસનુ કહેવુ છે કે અમે એફએસએલની મદદ લઈ તપાસ કરી રહ્યા છીએ.પોલીસના કહેવા પ્રમાણે આસપાસ સીસીટીવી કેમેરા લાગ્યા છે કે કેમ તેની પણ તપાસ કરી રહ્યા છે.

 

સુચવેલા સમાચાર