અજમેર બ્લાસ્ટમાં 10 વર્ષે આવ્યો ચૂકાદો, ત્રણ આરોપીઓ દોષી, અસીમાનંદ નિર્દોષ

Mar 08, 2017 05:57 PM IST | Updated on: Mar 08, 2017 05:57 PM IST

અજમેર #રાજસ્થાનના અજમેરની દરગાહમાં વિસ્ફોટ કરવાના દસ વર્ષ જુના કેસમાં આજે કોર્ટે ચૂકાદો આપ્યો છે. જેમાં ત્રણ આરોપીઓને દોષી કરાર કર્યા છે તો અસીમાનંદ અને અન્ય આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે.

એનઆઇએની વિશેષ કોર્ટે જયપુરમાં અજમેર દરગાહ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે ચૂકાદો સંભળાવ્યો છે. પહેલા કોર્ટ 25 ફેબ્રુઆરીએ ફેંસલો આપવાની હતી પરંતુ વિસ્તૃત ફેંસલો હોવાથી ન્યાયાધીશ દિનેશ ગુપ્તાએ 8મી માર્ચ પર મુલત્વી રાખ્યો હતો. કોર્ટે દેવેન્દ્ર ગુપ્તા, ભાવેશ પટેલ અને સુનીલ જોશીને દોષી કરાર કર્યા છે.

અજમેર બ્લાસ્ટમાં 10 વર્ષે આવ્યો ચૂકાદો, ત્રણ આરોપીઓ દોષી, અસીમાનંદ નિર્દોષ

અજેમર બ્લાસ્ટ કેસમાં કોર્ટે દસ આરોપીઓમાંથી 7ને નિર્દોષ છોડી મુક્યા છે. જેમાં અસીમાનંદનો પણ સમાવેશ થાયો છે. એક આરોપી સુનીલ જોશીનું 2007માં મોત નીપજ્યું હતું. ભાવેશ પટેલ અને દેવેન્દ્ર ગુપ્તાને કોર્ટે દોષી કરાર કર્યા છે. દેવેન્દ્ર ગુપ્તા સામે ષડયંત્ર કરવાનો અને બ્લાસ્ટમાં મદદ કરવાનો આરોપ છે જ્યારે ભાવેશ પટેલ સામે ષડયંત્રમાં જોડાવાનો આરોપ છે. 16 માર્ચે કોર્ટ સજાનું એલાન કરશે.

અહીં નોંધનિય છે કે, અજમેરની દરગાહમાં રોજા ઇફતાર કરનારાઓની જાયરીનો પર 11 ઓક્ટોબર 2007માં સામે 6-15 કલાકે બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા, આ બ્લાસ્ટમાં 15 લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ માટે દરગાહમાં બે રિમોટ બોમ્બ ફિટ કરાયા હતા. પરંતુ એમાંથી એક બોમ્બ સક્રિય થયો ન હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર