જયપુર-બાંદ્રા ટ્રેનને રોકી પ્રસૃતિ કરાવી,મહિલાએ આપ્યો પુત્રીને જન્મ

Feb 06, 2017 06:49 PM IST | Updated on: Feb 06, 2017 06:49 PM IST

પાલનપુરઃબનાસકાંઠાના ઇકબાલગઢ પાસે મહિલા મુસાફરને પ્રસૃતિની પિડા ઉપડતા તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. તેમજ અન્ય ટ્રેનમાં સવાર સાથી મુસાફરો તેમજ રેલવે સ્ટાફ દ્વારા ટ્રેનને થોભાવી દેવામાં આવી હતી અને તાત્કાલીક 108ને બોલાવાઇ હતી. તેમજ મહિલાની પ્રસૃતિ કરવામાં આવી હતી. મહિલાએ પુત્રીને જન્મ આપ્યો છે.

tren balak bk1

જયપુર-બાંદ્રા ટ્રેનને રોકી પ્રસૃતિ કરાવી,મહિલાએ આપ્યો પુત્રીને જન્મ

જાણવા મળતી વિગતો મુજબજયપુર-બાન્દ્રા એક્સપ્રેક્સ ટ્રેનમાં આ મહિલા સવાર હતી. આ ટ્રેન આબુરોડથી પાલનપુર જતી હતી તે દરમિયાન મહિલાને પ્રસૃતિની પિડા ઉપડતા તે કણસવા લાગી હતી. જેને લઇ અન્ય મુસાફરો પણ પરિસ્થીતી પારખી રેલવે તંત્રની જાણ કરી હતી.ઇકબાલગઢ પાસે જયપુર-બાંદ્રા ટ્રેનને રોકી 108ને બોલાવી હતી. જ્યાંથી પ્રસૃતાને ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં  લઈ જવાઈ હતી.108 આરોગ્ય વિભાગની મદદથી મહિલાને પ્રસૂતિ કરાવી હતી.

સુચવેલા સમાચાર