જગન્નાથની આરતી ઉતારી નિતિન પટેલ બોલ્યા, અયોધ્યામાં ઝડપથી બનશે રામ મંદિર

Apr 05, 2017 04:12 PM IST | Updated on: Apr 05, 2017 04:12 PM IST

અમદાવાદઃ આજે રામનવમીના તહેવાર નીમિતે અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિર ખાતે મહાઆરતીમાં નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આરતી ઉતાર્યા બાદ સૌને શુભેચ્છા પાઠવી કહ્યુ હતું કે અયોધ્યામાં પણ ઝડપથી રામ મંદિર બનશે.

રામનવમીની સમગ્ર ભારત ભરમાં ઉજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પણ મહાઆરતી કરાઇ હતી. નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ સહિત મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા. નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે સૌ કોઇને રામનવમીની શુભેચ્છા પાઠવી હતી અને અયોધ્યામાં ભગવાન રામનું મંદિર ઝડપી બને તેવી ઇચ્છા વ્યક્તિ કરી હતી.

જગન્નાથની આરતી ઉતારી નિતિન પટેલ બોલ્યા, અયોધ્યામાં ઝડપથી બનશે રામ મંદિર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર