જળ આંદોલન ખેડૂતો નહી પણ કોંગ્રેસ પ્રેરિત હતુઃ નીતિન પટેલ

Apr 30, 2017 09:02 AM IST | Updated on: Apr 30, 2017 09:02 AM IST

બનાસકાંઠાના પાલનપુર નજીક જગાણા ખાતે રેલવે ઓવરબ્રિજનો ખાત મૃહૂત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 36.27 કરોડ ના ખર્ચ સાથે જિલ્લામાં 2 જગ્યા એ આજથી ઓવરબ્રિજ  તેમજ અન્ડર બ્રિજ બનાવવાની શરૂઆત કરાઈ છે. જેમાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલ દ્વારા આજથી બનાસકાંઠા જિલ્લા માં સમય,શક્તિ તેમજ નાણાંનો બચાવ થવાની સાથે સ્થાનિક લોકોને હવે માં જગત જનની જગદંબાના દર્શન માટે સરળતા રહેવાની વાત કરાઈ હતી.

nitin patel plp

જળ આંદોલન ખેડૂતો નહી પણ કોંગ્રેસ પ્રેરિત હતુઃ નીતિન પટેલ

તેમજ તાજેતર માં ચાલતા જળ આંદોલન અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે આજ સુધી કોગ્રેસે માત્ર એક ટકા કામ કર્યું છે, જ્યારે ભાજપની સરકારે 99 ટકા કામ કર્યું છે તેમજ જળ આદોલન કોગ્રેસ પ્રેરીત છે.

હાલ માં જિલ્લામાં બનાસકાઠામા પાણીની કોઈ સમસ્યા નથી તેમ જણાવ્યું હતું જો કે આજે ખાતે મુર્હત પ્રસંગે પાલનપુરના  કૉંગ્રેસનાં ધારાસભ્ય મહેશ પટેલ સ્ટેજ પર ખાસ હાજર રહ્યા હતા સાથે સાથે બનાસકાંઠા જિલ્લા સાંસદ તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી  હરિભાઈ ચૌધરી સહીતના નેતાઓએ ઉપ મુખ્ય પ્રધાનનું સ્વાગત કરી ખાતે મુર્હત પ્રસંગને આવકાર્યો હતો. જો કે આ પ્રસંગે પાલનપુર ના કોંગ્રસ ના ધારાસભ્ય મહેશ પટેલે આગામી સમયમાં પણ કોંગ્રસ વતી ચૂંટણી લડવાની જાહેરાત કરી વર્તમાન સરકાર ની સ્થિતિ અંગે જાગૃત હોવાનું જણાવ્યું હતું.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર