ભારતીય સેનાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ, 20 ઘાયલ, 100થી વધુ થયા ધમાકા

Mar 25, 2017 09:13 PM IST | Updated on: Mar 25, 2017 09:13 PM IST

જબલપુર #મધ્યપ્રદેશના જબલપુર સ્થિત ઓર્ડેનેન્સ ફેક્ટરીમાં શનિવારે ભીષણ આગ લાગી છે. ફેક્ટરીમાં એક બાદ એક સતત વિસ્ફોટ થઇ રહ્યા છે. જેમાં કેટલાય લોકો ઘાયલ થયા છે. આ ઓર્ડેનેન્સ ફેક્ટરીમાં સેના માટે હથિયાર બનાવવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે, 125 એમએમ સોફ્ટ કોર એન્ટી ટેન્ક બોમ્બના શિફ્ટીંગ દરમિયાન આ ર્દુઘટના ઘટી છે.

જાણકારી અનુસાર શનિવારે સાંજે ફેક્ટરીના એફ સેક્શનમાં અચાનક વિસ્ફોટ થયા હતા. ર્દુઘટના સમયે અહીં મોટા પ્રમાણમાં દારૂગોળો હતો. જેમાં 100થી વધુ ધમાકા થયાનું કહેવાઇ રહ્યું છે. આ વિસ્ફોટમાં આ સેક્શનની બે ફેક્ટરીઓ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગઇ છે.

ભારતીય સેનાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ, 20 ઘાયલ, 100થી વધુ થયા ધમાકા

અહીં નોંધનિય છે કે, કારગિલ યુધ્ધ દરમિયાન ઓર્ડેનેન્સ ફેક્ટરીથી ડાયરેક્ટ કારગિલ માટે બોમ્બ એરલિફ્ટ કરી મોકલાયા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર