ભારતીય આઇટી સેક્ટરમાં ભૂકંપ, 10 લાખ નોકરીઓ સામે ખતરો

Mar 24, 2017 12:28 PM IST | Updated on: Mar 24, 2017 12:28 PM IST

નવી દિલ્હી #અમેરિકામાં આઇટી પ્રોફેશનલ્સ માટે વિઝા નિયમોમાં કરાયેલી કડકાઇને પગલે હવે ઇન્ડિયન આઇટી સેક્ટરમાં નવો ખતરો તોળાઇ રહ્યો છે. અમારી સહયોગી ચેનલ સીએનબીસી આવાજના અહેવાલ અનુસાર આઇટી સેક્ટરમાં જોબને લઇને નવી મુશ્કેલીઓનો પહાડ તૂટે અવી સંભાવનાઓ જોવાઇ રહી છે. આઇટી કંપનીઓના એસોશિએસન નેસકોમના જણાવ્યા અનુસાર આઇટી સેક્ટરમાં લાખો નોકરીઓ સામે તલવાર તોળાઇ રહી છે.

નેસકોમના અનુસાર આઇટી સેક્ટરમાં 10 લાખ પ્રોફેશનલ્સની નોકરીઓ સામે ખતરો તોળાઇ રહ્યો છે. કારણ કે લોકો બદલાતી જરૂરીયાતો સામે પોતાની જાતને અપડેટ નથી કરી રહ્યા. આશંકા સેવાઇ રહી છે કે આ વર્ષે આઇટી કંપનીઓ નવા લોકોની ભરતમાં 40 ટકા કાપ મુકશે, જોકે જાણકારોના અનુસાર ખતરો એવા સ્માર્ટ નોકરીયાતો પર પણ છે કે જેઓ પોતાની જાતને સ્માર્ટ કરી રહ્યા છે.

ભારતીય આઇટી સેક્ટરમાં ભૂકંપ, 10 લાખ નોકરીઓ સામે ખતરો

મુશ્કેલીમાં છે ભારતીય આઇટી સેક્ટર

ગત વર્ષોની વાત કરીએ તો ભારતીય આઇટી સેક્ટર દેશની જીડીપીમાં મહત્વનું સાબિત થઇ રહ્યું છે અને સતત વધી રહ્યું છે. ભારતીય આઇટી પ્રોફેશનલોએ પોતાની સ્કિલથી ડંકો વિદેશમાં પણ વગાડ્યો છે. પરંતુ તાજેતરમાં અમેરિકામાં ટ્રંપના નવા નિયમો, બીજી તરફ ઓટોમેશનથી આઇટી સેક્ટરમાં નોકરીઓ સામે કાપનો ખતરો તોળાઇ રહ્યો છે.

કંપની આપે છે શીખવાની તક

જાણકારોના અનુસાર કંપનીઓ આઇટી પ્રોફેશનલ્સને સતત સ્કિલ ડેવલપમેન્ટને લઇને ચિંતા કરે છે. ઇન હાઉસ ટ્રેનિંગની પણ વ્યવસ્થા કરે છે. પ્રોફેશનલ્સ માટે ઓનલાઇન કોર્સ, ઇવનિંગ ક્લાસ અને ફ્રેશ કોર્સ પણ હોય છે.

આ રીતે તૈયાર થઇ શકાય છે

વિશેષજ્ઞોનું માનીએ તો ખાસ સ્કિલને પ્રાપ્ત કરવા માટે આઇટી સેક્ટરના લોકો આવનારા કઠીન સમય માટે તૈયાર થઇ શકે છે. દુનિયા તેજીથી બદલાઇ રહી છે અને ટેકનોલોજી સાથે જોડાયેલા ક્ષેત્રોમાં બદલાવની ઝડપ વધુ છે તો જો ટકી રહેવું હોય તો બદલાવ માટે સજ્જ થવું પડશે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર