અમદાવાદમાં બિલ્ડર્સ અને જવેલર્સ પર આઇટીના દરોડા

Apr 11, 2017 02:26 PM IST | Updated on: Apr 11, 2017 02:26 PM IST

અમદાવાદમાં બિલ્ડર્સ અને જવેલર્સ પર આઇટીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.જુદીજુદી મિલકતો અને ઓફિસોમાં એક સાથે 30 જગ્યાએ સર્વે ચાલુ છે.નવરત્ન બિલ્ડર અને એક જવેલર્સને ત્યાં એક સાથે 30 જગ્યાએ સર્વે હાથ ધરાયો છે.

અમદાવાદમાં આવકવેરા વિભાગનું મેગા ઓપરેશનમાં નવરત્ન બિલ્ડર્સ પર તવાઈ ઉતરી છે.નવરત્ન બિલ્ડર્સે અમદાવાદમાં અદ્યતન ગોલ્ફકોર્સનું નિર્માણ કર્યું છે.નવરત્ન બિલ્ડર્સના દિનેશભાઈ શાહ, તેમના પાર્ટનરોને ત્યાં દરોડા પડ્યા છે.દિનેશભાઈ શાહના બંને પુત્રોને ત્યાં પણ તપાસ ચાલી રહી છે.દેવાંગ શાહ અને પ્રણવ શાહને ત્યાં પણ તપાસ થઈ રહી છે.

અમદાવાદમાં બિલ્ડર્સ અને જવેલર્સ પર આઇટીના દરોડા

કલહાર ગ્રીન એન્ડ બ્લ્યુના નામથી પણ નવરત્ન બિલ્ડર્સ જાણીતું છે.એક જ સપ્તાહમાં અમદાવાદમાં ITનું બીજુ મોટું ઓપરેશન છે.તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવના છે.

અમદાવાદમાં પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર ITના દરોડા

કોમર્સ હાઉસ-5 બિલ્ડિંગમાં દરોડા

ચોથા માળે આવેલા અરમાન ડેવલપર્સને ત્યાં ITની કાર્યવાહી

નવરત્ન ડેવલોપર્સ સાથે સંકળાયેલું છે અરમાન ડેવલોપર્સ

સવારથી જ ITએ નવરત્ન ડેવલોપર્સને ત્યાં તપાસ હાથ ધરી છે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર