રાજકોટ અને યુપી મોડ્યૂલમાં સામ્યતા!, ગુજરાત ATS વધુ તપાસ માટે જશે યુપી

Mar 08, 2017 03:29 PM IST | Updated on: Mar 08, 2017 03:33 PM IST

અમદાવાદઃ રાજકોટમાંથી તાજેતરમાં જ ઇસ્લામીક સ્ટેટ ઓફ સિરાયા ISISના આતંકીઓ બે સગાભાઇ ઝડપાયા છે ત્યારે ગઇકાલે યુપીના લખનઉમાં પણ એક આતંકીનું એન્કાઉન્ટર કરાયું છે.યુપી અને રાજકોટ મોડ્યૂલ એક જ હોવાની આશંકાને પગલે વધુ તપાસ માટે ગુજરાત ATS યુપી જશે.

બંને મોડ્યૂલરમાં એક જ હેન્ડલર હોવાની આશંકા છે. ગુજરાતમાં પણ બ્લાસ્ટને અંજામ આપ્યા બાદ ફોટો મોકલવાનો આદેશ હતો.યુપીમાં પણ એ જ ઘટના સામે આવી છે. બંને સ્થળેથી ઝડપાયેલા આતંકીઓને સાથે રાખી પૂછપરછ થઈ શકે છે.ગુજરાત અને યુપીમાં મળેલા સામાનમાં સામ્યતા સામે આવી છે.

રાજકોટ અને યુપી મોડ્યૂલમાં સામ્યતા!, ગુજરાત ATS વધુ તપાસ માટે જશે યુપી

isis_agent_khulasa

એમ.પીમાં થયેલ ટ્રેનમાં બ્લાસ્ટ બાદ સાબિત થઈ ગયુ કે આઈએસઆઈએસે ભારતમાં ખુબજ પ્લાન સાથે દસ્તક લઈ રહી છે.ત્યારે એમપીમાં થયેલ બ્લાસ્ટ બાદ એમ.પી પોલીસે ત્રણ અને યુ.પી પોલીસે એક આંતકીઓની ધરપકડ કરી લીધી છે.ત્યારે એક આંતકીનુ એન્કાઉન્ટર થઈ ગયુ છે.મળતી માહિતી પ્રમાણે ગુજરાત એટીએસની એક ટીમ યુ.પી જવા રવાના થવાની છે અને ત્યાં જઈ તપાસ કરવાની છે.

યુપીના લખનઉના ઠાકુરગંજમાં સૈફુલ્લાહનું એન્કાઉન્ટર કરાયું છે. તે આઇએસઆઇએસ માટે કામ કરી રહ્યો હતો. પોલીસના દાવા મુજબ તેના સંપર્કમાં 20 જેટલા અન્ય સંદીગ્ધ સામેલ છે. જેમની હાલ તપાસ કરાઇ રહી છે. મનાય છે કે રાજકોટના બંને ભાઇઓ પણ આ જ મોડ્યુલમાં હોઇ શકે છે.

નોધનીય છે કે, સીરીયાના આતંકી સંગઠન ISIS માટે કામ કરતા ગુજરાતમાંથી બે સંદિગ્ધ ભાઇઓની ધરપકડ કરાઇ છે. રાજકોટથી અને બીજાની ભાવનગરથી ધરપકડ કરી છે. અમદાવાદ ATSએ વસિમ રામોડિયા અને નઈમ રામોડિયા નામના બંને શખ્સોની તાજેતરમાં ધરપકડ કરી છે. ત્યારે તેમના તાર યુપી સાથે જોડાયેલા હોવાનું મનાય છે. એટીએસ યુપી જઇ વધુ તપાસ હાથ ધરશે.

ફાઇલ તસવીર ગુજરાત

 

સુચવેલા સમાચાર