પ્રમોશનની કાર્યવાહી ટલ્લે ચડતાં IPS અધિકારીઓ નારાજ ?

Mar 06, 2017 02:53 PM IST | Updated on: Mar 06, 2017 02:53 PM IST

અમદાવાદઃગુજરાતના IPS અધિકારીઓમાં પ્રમોશનની કાર્યવાહી ટલ્લે ચડતાં નારાજગી પ્રવર્તી રહી હોવાનું જાણવા મળે છે IPS એસો.ની બેઠક તાકીદે બોલાવવા માગ કરાઇ છે. ચાલુ માસના અંત પહેલા બેઠક યોજાઈ શકે છે.

SPથી લઈને DG સુધીની પ્રમોશનની દરખાસ્ત પેન્ડિંગ રહી છે.4 માર્ચે મળનારી DPCની બેઠક મુલતવી રહી હતી.DPCની બેઠક મુલતવી રહેતા અધિકારીઓમાં નારાજગી પ્રવર્તી છે.અનેક અધિકારીઓએ અંદરો અંદર ચર્ચા કરી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. રાજ્ય સરકારની ઇચ્છા હોવા છતાં કોણ અટકાવી રહ્યું છે પ્રમોશન ?.તે પ્રશ્ન ચર્ચાનો વિષય છે. IPS અધિકારીઓ CMને મળવાનો સમય પણ માગે તેવી શક્યતાઓ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર