IPLમાં ફિક્સિગઃગુજરાત લાયન્સના બે ખેલાડીઓની કરાશે પુછપરછ

May 13, 2017 02:51 PM IST | Updated on: May 13, 2017 02:51 PM IST

આઇપીએલમાં ફિક્સિગ મામલે ગુજરાત લાયન્સના બે ખેલાડીઓની પુછપરછ થઇ શકે છે. નયન શાહના સંપર્કમાં આ ખેલાડીઓ હતા.આઇપીએલ મેચ દરમીયાન કાનપુરમાથી પકડાયેલા ત્રણેય બુકીઓએ ગુજરાત લાયન્સના બે ખેલાડીઓના નામ આપતાની સાથે જ સમગ્ર દેશમા ખળભળાટ મચી ગયો છે. 20-20 મેચ દરમીયાન કાનપુરની હોટેલમાથી ત્રણ બુકીઓની પોલીસે ધરપકડ કરી હતી જે ત્રણેય બુકીઓ ગુજરાત લાયન્સના બે ખેલાડીઓના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે બે બુકીઓ સાથે ખેલાડીઓના વોટસઅપ ચેટીંગના આધારે તપાસ હાથ ધરી છે. કાનપુરની લેન્ડમાકૅ હોટેલમા ખેલાડીઓ રોકાતા હતા તે હોટેલમા જ મુખ્ય સુત્રઘાર રમેશ નયન શાહ સહીત ત્રણેય ખેલાડીઓની કાનપુર પોલીસે સઘન પુછપરછ કરી છે.તો હવે બીજી તરફ રાજકોટના ખંઢેરી સ્ટેંડીમમા ગુજરાત લાયન્સના પાંચ મેચો રમાયા હતા ત્યારે શહેરના કાલાવડ રોડ પર આવેલી રેજન્સી લગુન્સ હોટેલમા ગુજરાત લાયન્સના ખેલાડીઓ રોકાયા હતા.

IPLમાં ફિક્સિગઃગુજરાત લાયન્સના બે ખેલાડીઓની કરાશે પુછપરછ

ત્યા પણ રાજકોટ ક્રાઈમ બ્રાંચ તપાસ હાથ ઘરવામા આવી છે. હોટેલના  સીસીટીવી અને રજીસ્ટરની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર