IPL 10:રૈનાનો અદભૂત કેચ,પ્રશંસકો પણ રહી ગયા જોતા

Apr 15, 2017 03:15 PM IST | Updated on: Apr 15, 2017 03:19 PM IST

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ગુજરાત લાઈન્સ અને પુણેની ટીમ વચ્ચે મેચ રમાયો હતો. જેમાં ગુજરાત લાઈન્સની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લિધો હતો. ત્યારબાદ દાવમાં ઉતરેલી પુણેની ટીમે 8 વિકેટ ગુમાવી 171 રન કર્યા હતા. પુણેની ટીમના ઓપનીંગ બેસ્ટમેન તરીકે અજીંક્ય રહાણે અને રાહુલ ત્રીપાઠી ઉતર્યા હતા. જો કે પ્રવિણ કુમારની બોલ પર અજીંક્ય રહાણેનો કેચ સુરેશ રૈના દ્વારા કરાતા તે આઉટ થયો હતો.

પ્રવિણ કુમારની પ્રથમ બોલિંગમાંજ અજીંકય રહાણે દ્વારા કેચ ચડાવતા તે કેચ સ્લિપમાં ઉભેલા સુરેશ રૈનાએ કેચ કર્યો હતો. સુરેશ રૈનાએ સ્લિપમાં ઉભા રહેતા પોતાના ડાબા હાથે અજીંકય રહાણેનો કેચ કર્યો હતો. આ કેચ આખા મેચ દરમિયાન સૌ કોઈના આકર્ષણનુ કેન્દ્ર બન્યો હતો જેથી સુરેશ રૈના દ્વારા કરવામાં આવેલ કેચને કેચ ઓફ ધી મેચનો ખીતાબ આપવામાં આવ્યો હતો.

IPL 10:રૈનાનો અદભૂત કેચ,પ્રશંસકો પણ રહી ગયા જોતા

raina kech1

ત્યારબાદ રાહુલ ત્રિપાઠીનો સાથ આપવા સ્ટીવન સ્મિથ આવ્યા હતા. ત્યારબાદ ક્રમશ પુણેની ટીમ રન બનાવતી રહી હતી. તો બીજી તરફ ગુજરાત લાઈન્સના બોલરો પણ પોતાનો તરખાટ મચાવી રહ્યા હતા. ત્યારે 19મી ઓવરની અંદર પ્રવિણ કુમારે યોરકર નાખતા મનોજ તિવારીના બેટના અપર ભાગમાં લાગતા તેમનુ બેટ તુટી ગયુ હતુ. જો કે તેમના બેટનો હાથો તેમના હાથમાં જ રહ્યો હતો. જો કે તરત જ મનોજ તિવારીને તેમનુ બિજુ બેટ આપવામાં આવ્યુ હતુ અને તેમને પોતાની રમત શરૂ રાખી હતી.

પુણેની ટીમમાંથી ઓપનીંગ જોડી તરીકે અજીંક્ય રહાણે અને રાહુલ ત્રિપાઠી ઉતર્યા હતા. જો કે પ્રવિણ કુમારની બોલિંગમાં અજીંકય રહાણેનો કેચ સુરેશ રૈનાએ કરતા તે ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયનમા જતારહ્યા હતા. ત્યાર બાદ ટીમ પુણેની કમાન સંભાળવા સ્ટીવન સ્મિથ આવ્યા હતા જેમણે રાહુલ ત્રિપાઠી સાથે બેટીંગ કરતા 64 રનની ભાગેદારી કરી હતી. ત્યારબાદ ટીમ પુણેની કમાન બેન સ્ટોકસે સંભાળી હતી. જો કે બેન સ્ટોકસ અને સ્ચીવન સ્મિથ કોઈ મોટી ભાગેદારી નહોતી નોંધાવી શક્યા સ્મિથ 28 બોલમાં 43 રન કરી આઉટ થયા હતા. ત્યારબાદ મનોજ તિવારી અને બેન સ્ટોકસે પુણેની ટીમની રમતને અાગળ ધપાવી હતી.

જો કે એન્ડ્રયુ તેઈ દ્વારા ફેંકવામાં આવેલી 13મી ઓવરમાં બેન સ્ટોકસ માત્ર 25 રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ મનોજ તિવારીનો સાથ આપવા ખુદ મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં ઉતર્યા હતા જો કે જાડેજાએ તેમને એલબીડબલ્યુ કરાવતા માત્ર 5 રને ધોની આઉટ થયા હતા. જો કે 20મી ઓવરમાં એન્ડ્રયુ તેઈ દ્વારા હિટ વિકેટ લેવામાં આવી હતી. જ્યારે બીજી તરફ પુણેની ટીમે 20 ઓવરમાં 171 રન કરી ગુજરાત લાઈન્સની ટીમને 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર