સમાજને ફાયદો થશે તો હજુ પણ કોંગ્રેસને મળીશું,સરકાર બોલાવશે તો તેમની સાથે પણ ચર્ચા કરીશુંઃહાર્દિક પટેલ

May 13, 2017 12:02 PM IST | Updated on: May 13, 2017 12:35 PM IST

કોંગ્રેસ-પાસની બેઠક મામલે હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યુ હતું કે,કેટલાક લોકોને અવસર ન મળ્યો એટલે વિરોધ કરે છે. આંદોલન મામલે વાતચીત માટે સરકાર સાથે વાતચીત કરવા પણ તૈયાર છીએ. 3 લોકો મળવા ગયા તેના પગલે પ્રશ્ન ઉદભવ્યો, અમે ત્રણ લોકોની કોર કમિટી બનાવી હતી. હવે પછી કોઇ મુલાકાત થશે તો 10-21 લોકોની કમીટી બનશે.

hardik patel pass

સમાજને ફાયદો થશે તો હજુ પણ કોંગ્રેસને મળીશું,સરકાર બોલાવશે તો તેમની સાથે પણ ચર્ચા કરીશુંઃહાર્દિક પટેલ

વધુમાં કહ્યુ હતું કે, અલગ અલગ મુદ્દે કોગ્રેસ સાથે ચર્ચા થઇ છે.મારી જાણ બહાર મળ્યા નથી મળ્યા.કેટલાક લોકો આંદોલનની છબી ખરડાવવા પ્રયાસ કરે છે.અમે કમીટી બનાવી હતી.કમિટીના સભ્યો ભરતસિંહને મળવા ગયા હતા.કોગ્રેસને મળવાથી સમાજને ફાયદો થશે તો હજુ મળીશું.કોંગ્રેસની સરકાર પાટીદારોને શું લાભ આપી સકે સહિતના મુદ્દે ચર્ચા કરીશું.સરકાર બોલાવશે તો તેમને પણ મળીશું.

આંતરિક પ્રશ્નનું સમાધાન કરીશું.આંદોલનને તોડવા હંમેશા પ્રયાસ થયા છે. મારે ચુંટણી લડવી નથી. જેણે ચુંટણી લડવી હોય તે આંદોલન છોડી દે. આંદોલન માટે વાતચીત માટે તૈયાર છીએ.

હાર્દિકે કહ્યુ હતું કે, ભરતસિંહ ઇચ્છતા હોત તો તે અન્ય નેતાઓને પણ સાથે રાખી શક્યા હતો. જ્યારે વધુમાં કહ્યુ કે, ભાજપમાંથી કોઇ કન્વીનર ચુંટણી લડશે તો તે સમાજદ્રોહી કહેવાશે.

કોંગ્રેસ-પાસની બેઠક મામલે હાર્દિકનું નિવેદન

નીતિનભાઈ ભોળા છેઃ હાર્દિક પટેલ

'કોંગ્રેસની સરકાર પાટીદારોને શું લાભ આપી શકશે ?'

'અલગ અલગ મુદ્દે કોંગ્રેસ સાથે કરી ચર્ચા'

'અન્ય લોકોને મુલાકાતનો અવસર ન મળ્યો એટલે વિરોધ થયો'

'કોંગ્રેસ સમાજના હીતમાં નિર્ણય લેશે તો હું મળવા જઈશ'

'સરકાર બોલાવશે તો તેમની સાથે પણ ચર્ચા કરીશું'

'કોંગ્રેસને મળવાથી સમાજને ફાયદો થશે તો હજુ મળીશું'

ભરતસિંહ સાથેની મુલાકાતનો કોઈ વિવાદ નથીઃ હાર્દિક

કોંગ્રેસને મળવું દેશદ્રોહ નથીઃ હાર્દિક પટેલ

'હવે પછી કોઈ મુલાકાત થશે તો 10-21 લોકોની કમિટી બનશે'

ભરતસિંહ પર હાર્દિક પટેલના પ્રહાર

'ભરતસિંહ ઇચ્છતા હોત તો અન્ય નેતાઓને પણ સાથે રાખી શક્યા હોત'

'સિદ્ઘાર્થ પટેલ અને શંકરસિંહ વાઘેલાને પણ સાથે રાખી શક્યા હોત'

'હું ચૂંટણી નહીં લડું એ સ્પષ્ટ છે'

'ભાજપમાંથી કોઈ કન્વીનર ચૂંટણી લડશે તો તે સમાજદ્રોહી કહેવાશે'

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર