યોગ દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં રચાશે રેકોર્ડ

Jun 20, 2017 11:25 AM IST | Updated on: Jun 20, 2017 11:53 AM IST

૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી પર અમદાવાદ ના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવવાની છે. ત્યારે યોગ દિવસ ના અવસર પર વિશ્વ રેકોર્ડ પણ થવા નો છે માટે મોટી સંખ્યામાં લોકોં આવે અને યોગ શીખે માટે યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા યોગ શિબિર ચલાવવામાં આવી રહી છે. જેનો આજે ત્રીજો દિવસ હતો. આજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ એકત્ર થયા છે.

બાબા સાથે યોગ કરવા માટે સ્વામીનારાયણ ગુરુકુળ ના સ્વામી બાલ સ્વામી, રાજ્ય સરકાર ના રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મહિલા અને બાળ વિકાસ મંત્રી નિર્મલા વાધવાની શાહિત મોટી સંખ્યામાં લોકો યોગ કરવા હાજર થયા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ૨૧મી જુન ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોગ માટે આવે તેવું આહવાન નિર્મલાબેન દ્વારા કરવામાં આવ્યું જ્યારે રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું કે યોગ થી રોગ ભાગે છે. જ્યારે યોગ ગુરુ બાબા રામદેવે જણાવ્યું કે નિશ્ચિતપણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થશે અને વિશ્વ રેકોર્ડ રચાશે જેના માટે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

યોગ દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં રચાશે રેકોર્ડ

રામનાથનું નામ જાહેર કરી મોદીએ વિપક્ષની બોલતી બંધ કરીઃબાબા રામદેવ

દેશના રાષ્ટ્રપતિ તરીકે બિહારના ગવર્નર રામનાથ કોવિંદ નું નામ ભાજપા દ્વારા જાહરે કરવામાં આવતા રાજકારણ ના ગલીયારમાં કહેવામાં આવી રહ્યું છે કે ભાજપા દ્વારા દલિત કાર્ડ રમવામાં આવ્યું છે. ત્યારે યોગ ગુરુ બાબા રામદેવે જણાવ્યુકે રામનાથ કોવિંદ પાસે ક્ષમતા છે માટે તેઓનું નામ સૂચવવામાં આવ્યું છે. જ્યારે વિપક્ષ પાસે હવે કઈ બોલવા જેવું રહ્યું નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર