પતંગની જેમ ગુજરાતનો વિકાસ આકાશને આંબશેઃ સીએમ

Jan 08, 2017 10:55 AM IST | Updated on: Jan 08, 2017 10:55 AM IST

અમદાવાદઃશહેરમાં રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ આજથી કરાયો છે.14 જાન્યુઆરી સુધી પતંગ મહોત્સવ ચાલશે. રાજ્યપાલ ઓ.પી.કોહલી અને સીએમ વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો છે.વિદેશ અને દેશના પતંગબાજોએ પતંગોત્સવમાં ભાગ લીધો છે.31 દેશના પતંગ રસિકો પતંગોત્સવમાં સામેલ થયા છે.દેશના 150 પતંગરસિયાઓએ પતંગોત્સવમાં ભાગ લીધો છે.રાજ્યના 186 પતંગબાજોએ પતંગોત્સવમાં ભાગ લીધો છે.

પતંગોત્સવ કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ દેશ-વિદેશના પતંગબાજોને શુભેચ્છા પાઠવી હતી. વધુમાં કહ્યુ હતું  કે,નવરાત્રિ અને ઉત્તરાયણ ગુજરાતની ઓળખ છે.પતંગ ઉત્સવને વર્ષોથી પૂર્વજોએ પ્રકૃતિ સાથે જોડ્યો છે.ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બનશે.પતંગની જેમ ગુજરાતનો વિકાસ આકાશને આંબશે. પક્ષીઓને નુકસાન ના થાય તે રીતે તહેવાર ઉજવવા સીએમએ અપીલ કરી હતી.

પતંગની જેમ ગુજરાતનો વિકાસ આકાશને આંબશેઃ સીએમ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર