કુલભૂષણની ફાંસી પર રોક,ભારતની જીત,પાકિસ્તાનને ઝટકો

May 18, 2017 03:51 PM IST | Updated on: May 18, 2017 03:58 PM IST

કુલભૂષણ જાધવને પાકિસ્તાને આપેલી ફાંસીને મામલે હેગમાં આવેલી આંતરરાષ્ટ્રીય કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે જાધવને કાનૂની સહાયતા મળવી જોઇએ. કોર્ટેે પાકિસ્તાનને પછડાટ આપતા જાધવની ફાંસી પર રોક લગાવી છે. ભારતની દલીલથી આઇસીજે સંમત હતી. છેલ્લો નિર્ણય ન આવે ત્યાં સુધી પાકિસ્તાન કુલભૂષણને ફાંસી આપી શકશે નહી.

આંતરરાષ્ટ્રીય અદાલતના જજ રોની અબ્રાહમએ ચુકાદો આપતા કહ્યુ હતું કે, બંને દેશો માને છે કે જાધવ ભારતીય છે. જાધવને કાઉસેલર એક્સેસ મળવો જોઇએ.

કુલભૂષણની ફાંસી પર રોક,ભારતની જીત,પાકિસ્તાનને ઝટકો

kulbhusan2

નોધનીય છે કે,દુનિયાભરની નજર ICJ(ઇન્ટરનેશનલ કોર્ટ)ના નિર્ણય પર છે. હેગમાં આવેલી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચુકાદાની પ્રક્રિયા ચાલુ છે.આઇસીજેનો આદેશ અંતિમ મનાય છે. આ આદેશ સામે ક્યાય અપીલ કરી શકાતી નથી.પાકિસ્તાનની પોલ ખુલસે. કુલભૂષણ ઇરાનમાં વેપાર અર્થે સ્થાયી થયા હતા.તેઓએ ભારતીય નેવીમાંથી નિવૃતી લઇ વેપાર શરૂ કર્યો હતો.

kulbhusan

નોધનીય છે કે,ભારતે કૂલભૂષણની સજા રદ કરવા આઇસીજેમાં માગ કરી છે. પાકિસ્તાને ફાંસીની સજા આપી છે જે મોકુફ રાખવા ભારતે આઇસીજેમાં માગ કરી છે. કુલભૂષણનો કેશ હરીશ સાલ્વે માત્ર 1 રૂપિયા ફીમા લડ્યા છે.

નિર્ણયના ઠીક પહેલા જ પાકે કહ્યુ નહી માનીએ ચુંકાદો

કુલભૂષણ જાધવ કેસમાં ચુંકાદાના ઠીક પહેલા પાકિસ્તાને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ(આઇસીજે)નો નિર્ણય માનવાનો ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ જકારિયાએ ઇન્ટરનેશનલ કોર્ટના ચુકાદાના થોડી મિનિટો પહેલા જ કહ્યુ આંતરરાષ્ટ્રીય કોર્ટ પાસે કુલભૂષણની સુનાવણી કરવાનો કોઇ અધીકાર નથી. આ પાકિસ્તાનની સુરક્ષાનો સવાલ છે.

કેસમાં અત્યાર સુધી

માર્ચ 2016માં કૂલભૂષણની પાકિસ્તાને ધરપકડ કરી

પાકીસ્તાની સેનાની કોર્ટએ 10 એપ્રિલ 2017માં ફાંસીની સજા ફટકારી

પાકિસ્તાને રોના એજન્ટ હોવાનો આરોપ લગાવ્યો

જાધવના કબુલાત નામાનો વીડિયો પાકિસ્તાને જાહેર કર્યો

ભારતે જાધવની મુલાકાત કરવા 16 વાર રજૂઆત કરી, પાકિસ્તાને ફગાવી

પાકિસ્તાને જાસૂસી માટે દોષી ઠેરવ્યો

ભારતે પાકના નિર્ણયને સુનિયોજીત હત્યા ગણાવ્યો

3 માર્ચથી જાધવ પાકિસ્તાનની કસ્ટડીમાં છે

હેગમાં આવેલી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચુકાદાની પ્રક્રિયા

પાકિસ્તાને ઉઠાવેલા વાંધાને કોર્ટે અમાન્ય ગણાવ્યા

પાક.ને 18 વર્ષ પહેલા મળી હતી પછડાટ

18 વર્ષ પહેલા આઇસીજેમાં ભારત સામે પાકિસ્તાન હારી ચુક્યુ છે. ટોહી વિમાન તોડી પાડવા બદલ 6 કરોડ ડોલરનું વળતર માગ્યુ હતું. ત્યારે તેને પછડાટ મળી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર