એક વાર નક્કી કર્યું પછી કામ પુરૂ કર્યે જ છુટકો, આવા છે ટાટાના નવા ચેરમેન, જાણો એન ચંદ્રશેખરની અજાણી વાતો

Jan 13, 2017 09:19 AM IST | Updated on: Jan 13, 2017 09:19 AM IST

નવી દિલ્હી #એવું પહેલી વખત થયું છે કે જ્યારે કોઇ બિન પારસી વ્યક્તિ ટાટા ગ્રુપના નવા ચેરમેન બન્યા છે.ટીસીએસના એન ચંદ્રશેખરને ટાટાના ચેરમેન તરીકેની જવાબદારી સોંપાઇ છે. પરંતુ એ પણ જાણવું જરૂરી છે એન ચંદ્રશેખરમાં ઘણી ખાસિયતો છે. તેઓ એકવાર જે કામ હાથ પર લે એને પુરૂ કરીને જ છોડે. ચંદ્રાના નામથી જાણીતા ચંદ્રશેખરને એક વખતે ડોક્ટરે જોગિંગની સલાહ આપી અને દરરોજ 15000 પગલાં ચાલવાની સલાહ આપી. પરંતુ પહેલી વખત તેઓ માત્ર 100 મીટર જ દોડી શક્યા હતા. પરંતુ આકરી મહેનતથી નવ મહિના બાદ એક જ વારમાં તેઓએ 43 કિલોમીટરની ફુલ મેરેથોન પૂર્ણ કરી હતી.

જાણો કોણ છે ચંદ્રશેખર?

એક વાર નક્કી કર્યું પછી કામ પુરૂ કર્યે જ છુટકો, આવા છે ટાટાના નવા ચેરમેન, જાણો એન ચંદ્રશેખરની અજાણી વાતો

નટરાજન ચંદ્રશેખરનો જન્મ તામિલનાડુના નમ્ક્કલ પાસે મોહનૂરમાં એક તમિલ પરિવારમાં થયો હતો. જોકે તે મુંબઇમાં પોતાની પત્નિ લલિતા અને પુત્ર પ્રણવની સાથે રહે છે. નટરાજન ચંદ્રશેખર એક સારા ફોટોગ્રાફર અને લોન્ગ ડિસ્ટેન્સ રનર પણ છે. એમણે મુંબઇ, ટોકિયો, ન્યૂયોર્ક, બર્લિન, શિકાગો અને બોસ્ટન સહિત કેટલીય મેરેથોનમાં પણ ભાગ લીધો છે.

કોઇ પણ કંપનીને શું જોઇએ કે એ સંસ્થાનું નેતૃત્વ કરનાર તેજ દિમાગ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેનાર વ્યક્તિ, આ બંને ખાસિયતો છે એમનામાં. જેમણે ટીસીએસ જેવી દિગ્ગજ કંપનીના એક અજાણ્યા કર્મચારીથી તેઓ સીધા એના ચેરમેન બન્યા હતા.

ચંદ્રાને 1986માં ત્રિચીની સ્થાનિક એંજિનિયરિંગ કોલેજમાંથી કોમ્પ્યુટર એપ્લિકેશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. ચંદ્રાએ પોતાનો કોલેજ પ્રોજેક્ટ ટીસીએમમાં કર્યો અને બે મહિના બાદ એમને કંપની તરફથી જોબ ઓફર મળી હતી. જે કોઇ કેમ્પસ ઇન્ટર્વ્યૂ કરતાં પણ પહેલા હતું.

ટીસીએસે કરી કમાણી

ચંદ્રશેખર ટીસીએમમાં જોડાયા અને એમના નેતૃત્વમાં કંપનીએ ઘણી કમાણી કરી. એમના નેતૃત્વમાં ટીસીએમએ 2015-16માં 16.5 અરબ ડોલરની કમાણી કરી. ટીસીએસ 2015-16માં દેશમાં સૌથી મૂલ્યવાન કંપની બની અને બજારમાં એનું મૂડી રોકાણ 70 અરબ ડોલરથી વધુ રહ્યું.

સુચવેલા સમાચાર