આતંકી હુમલાની દહેશતને પગલે દરિયાઈ સીમા પર એલર્ટ

Mar 08, 2017 01:00 PM IST | Updated on: Mar 08, 2017 01:00 PM IST

અમદાવાદઃઆતંકી હુમલા થવાની દહેશતના પગલે દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઈ છે. હાલારના દરિયા કિનારેથી ઘુસપેઠ કરી આતંકીઓ કોઈ ઘટનાને અંજામ ન આપી શકે તે માટે વાડીનારમાં ખાસ પેટ્રોલિંગ અને નાકાબંધી કરી વાહન ચેકિંગની કામગીરી પણ આરંભી દેવાઈ છે.ભારતમાં આઈ.બી.એ આપેલા એલર્ટને પગલે આતંકીઓ અને દુશ્મનો દરિયાઈ વિસ્તારથી ઘુસપેઠ કરી ન શકે તેની ખાસ તકેદારી રખાઈ રહી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામખંભાળિયા પંથકના વાડીનાર બંદર કે જ્યાંથી જખો થઈ પાકિસ્તાન નજીક થાય અને અનેક ઓદ્યોગિક એકમો ઉપરાંત ભારત-ઓમાનની પેટ્રોલીયમનું મથક પણ અહી હોવાથી બંદરે સી.આર.પી.એફ.ના જવાનોને તૈનાત કરી દેવાયા છે. જેટી ઉપર પણ સુરક્ષા સઘન બનાવી દેવાઈ છે. પાકિસ્તાનથી નજીક ગણાતા હાલારના દરિયાઈ પટ્ટી પર ખાસ મરીન વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે.

આતંકી હુમલાની દહેશતને પગલે દરિયાઈ સીમા પર એલર્ટ

સુચવેલા સમાચાર