સર સંઘ સંચાલક મોહન ભાગવત બે દિવસ અમદાવાદમાં

Apr 15, 2017 03:50 PM IST | Updated on: Apr 15, 2017 03:50 PM IST

અમદાવાદ ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત સેમિનારમાં આરએસએસ ના સર સંઘ સંચાલક મોહન ભાગવત હાજર રહ્યા હતા. ડીકોલોનાઇઝેશન ઓફ ઇન્ડિયન માઇનડ સેટ એટલે કે  ભારતીય માનસનું બિન વસાહતીકરણના વિષય પર યોજાયેલ બે દિવસના સેમિનારમાં 600 થી 650 લોકો દેશભરમાંથી આવ્યા છે.

12 થી 13 વક્તાઓ દ્વારા બે દિવસ દરમિયાન વિવિધ વિષયો પર વક્તવ્ય અપાશે. અમદાવાદની પ્રકાશ હાઈસ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમમાં મોહન ભાગવત આવતી કાલે સમાપન વક્તવ્ય આપશે.ડીકોલોનાઇઝેશન ઓફ ઇન્ડિયન માઇનડ સેટ વિષય પર આગામી ઓગસ્ટ મહિનામાં માં પણ હૈદરાબાદમાં સેમિનાર યોજશે

સર સંઘ સંચાલક મોહન ભાગવત બે દિવસ અમદાવાદમાં

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર