LoC પર ભારતીય સેનાનો વળતો જવાબ, પાકિસ્તાન સેનાના 8 સૈનિકોને ઠાર કર્યા

Apr 18, 2017 11:31 AM IST | Updated on: Apr 18, 2017 11:31 AM IST

નવી દિલ્હી #જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેનાએ વળતો જવાબ આપતાં પાકિસ્તાની સેનાના આઠ સૈનિકોને ઠાર કર્યા છે અને પાંચ ચોકીઓને ઉડાવી છે.

આ પહેલા જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર એક ભારતીય જવાનના શહીદ થવાની વાત સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ જવાન પૂંછના મેંઢર સેક્ટરમાં તૈનાત હતો. જોકે આ અંગે હજુ કોઇ સત્તાવાર જાણકારી મળી શકી નથી.

LoC પર ભારતીય સેનાનો વળતો જવાબ, પાકિસ્તાન સેનાના 8 સૈનિકોને ઠાર કર્યા

પાકિસ્તાન તરફથી સોમવારથી જ રાજૌરીના નૌશેરામાં નિયંત્રણ રેખા પર તૈનાત ભારતીય ચોકીઓને નિશાન બનાવી મોર્ટાર અને બીજા અન્ય હથિયારોથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. આ અંગે મંત્રાલયના પ્રવક્તા મનીષ મહેતાએ જણાવ્યું કે, પાકિસ્તાની સેના નૌશેરામાં નિયંત્રણ રેખા નજીક આપણી ચોકીઓ પર અંધાધૂંધ ગોળીબારી કરી રહી છે. પાકિસ્તાન તરફથી થઇ રહેલ આ ગોળીબારીનો આપણા જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર