પીએમ મોદીએ બીજેપી સાંસદોને કહ્યુ મોબાઇલ પર લડાશે 2019ની ચુંટણી

Apr 01, 2017 12:40 PM IST | Updated on: Apr 01, 2017 12:40 PM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મોબાઇલ ફોન આવનારી ચુંટણીમાં સૌથી મોટુ હથિયાર રહેશે. પીએમ મોદીએ પોતાના સાંસદોને સલાહ આપી કે તે મોબાઇલ પર વોટ્સએપ,ફેસબુક, અને ટ્વિટરના માધ્યમથી લગાતાર વાતચીત કરતા રહે. મોદી ઉત્તર પ્રદેશ,બિહાર,મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ,હરિયાણા સહિત બાકી રાજ્યોમાં બીજેપી સાંસદો સાથે રાજ્યવાર બેઠક કરી ર્યા છે.

બેઠકના અંતિમ પડાવમાં પીએમ મોદીએ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પછી કર્ણાટક,આંધ્રપ્રદેશ, ઓડીસા, તેલગાણાના સાંસદો સાથે બેઠક કરી હતી. બીજેપી સાંસદો સાથે પોતાના કાર્યકાળમાં બેઠકોમાં આ મોદીની પાંચમી બેઠક છે.

પીએમ મોદીએ બીજેપી સાંસદોને કહ્યુ મોબાઇલ પર લડાશે 2019ની ચુંટણી

મોદીએ કહ્યુ 2019ની લોકસભા ચુંટણી દરમિયાન આમ જનતા સાથે જોડવા સૌથી મોટુ સાધન મોબાઇલ જ હશે. સાંસદોએ પોતાની વાત જન-જન સુધી પહોચાડવા માટે ફેસબુક,ટ્વિટર અને વોટએપના માધ્યમથી જનતા સાથે સંવાદ રાખવો પડશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર