દુનિયામાં ફરી વાગ્યો ભારતનો ડંકો,2017ના શક્તિશાળી દેશોમાં મળ્યુ સ્થાન

Jan 27, 2017 11:28 AM IST | Updated on: Jan 27, 2017 11:28 AM IST

વિશ્વમાં ભારતનું કદ લગાતાર વધી રહ્યું છે. આર્થિક મહાશક્તિ બનવા સાથે ભારત હવે વિશ્વના આઠ ચુંનિંદા દેશો પૈકી છઠ્ઠા નંબર પર આવી ગયું છે. અમેરિકાની વિદેશી નીતિ સાથે જોડીયેલ એક અગ્રણી પત્રિકામાં 2017ના આઠ શક્તિશાળી રાષ્ટ્રોની યાદીમાં ભારતને છઠ્ઠો નંબર અપાયો છે. આ યાદીમાં અમેરિકા પહેલા સ્થાને છે. આ યાદીમાં ચીન અને જાપાનને સંયુક્ત રીતે બીજા સ્થાને જગ્યા મળી છે. આ સિવાય રૂસને ચોથો અને જર્મનીને પાંચમો નંબર સાથે ભારતથી આગળ રહ્યા છે. ઇરાન સાતમા જ્યારે ઇસ્ત્રાઇલને આઠમા ક્રમાકે રખાયા છે.

ધ અમેરિકન ઇટ્રેસ્ટ પત્રિકાએ આઠ વૈશ્વિક તાકાતોથી જોડાયેલી પોતાની રિપોર્ટમાં કહ્યુ કે જાપાનની જેમ વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં પ્રાય ભારતની અનદેખી કરી દેવાય છે પરંતુ વૈશ્વિક મંચ પર સ્થાન દુર્લભ અને ઉલ્લેખનીય છે. પત્રિકામા કહેવાયુ કે ભારત વિશ્વનું સૌથી મોટુ લોકતંત્ર છે. જ્યા અંગ્રેજી બોલવા વાળી દુનિયાની બીજા નંબરની સૌથી વધુ વસ્તી છે. સાથે જ વિવિધ પરિપુર્ણ અને તેજીથી આગળ વધવાની આર્થિક તાકાત છે.

દુનિયામાં ફરી વાગ્યો ભારતનો ડંકો,2017ના શક્તિશાળી દેશોમાં મળ્યુ સ્થાન

સુચવેલા સમાચાર