કુલભૂષણ જ નહીં, દાયકાઓથી દેશના 54 યુધ્ધ સૈનિકોની રાહ જોવાઇ રહી છે...

Apr 11, 2017 05:28 PM IST | Updated on: Apr 11, 2017 05:28 PM IST

નવી દિલ્હી # પાકિસ્તાન દ્વારા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને જાસૂસીના આરોપસર ફાંસીની સજા સંભળાવતાં દેશમાં આક્રોશના માહોલ સાથે ફરી એકવાર દેશના એ 54 જવાનોની યાદ તાજી થઇ છે. પાકિસ્તાન સાથે થયેલા યુધ્ધ દરમિયાન પાકિસ્તાન દ્વારા ભારતના 54 યોધ્ધાઓને બંદી બનાવાયા છે. જોકે પાકિસ્તાના દ્વારા આ મામલે હજુય કંઇ સ્પષ્ટતા કરવામાં આવતી નથી તો બીજી તરફ આ સૈનિકોના પરિવારજનો હજુ મોટી આશ લઇને બેઠા છે દેશના આ સપૂત એક દિવસે જરૂરથી ઘરે આવશે. ન્યૂઝ18 પાસે આ તમામ 54 યોધ્ધાઓની યાદી છે.

પાકિસ્તાને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ઇરાનથી પકડી લઇ જાસૂસીના આરોપસર ફાંસીની સજા સંભળાવી છે ત્યારે જાધવ બાદ પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય આર્મી, એરફોર્સ અને નેવીના 42 ઓફિસર અને 12 સૈનિકો પર સામે પણ તલવાર લટકી રહી છે. આ તમામ 54 યૌધ્ધાઓ 1965 અને 1971માં થયેલા ભારત પાકિસ્તાન યુધ્ધ દરમિયાન બંધક બનાવાયા છે.

કુલભૂષણ જ નહીં, દાયકાઓથી દેશના 54 યુધ્ધ સૈનિકોની રાહ જોવાઇ રહી છે...

પાકિસ્તાન સાથે થયેલા યુધ્ધ દરમિયાન આ સૈનિકોને બંદી બનાવાયા હોવાનું માનવામાં આવે છે પરંતુ પાકિસ્તાન દ્વારા એમને યુધ્ધ બંધી માનવાનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ ભારત સરકાર અને પરિવારજનો હજુય એવું માની રહ્યા છે કે આ 54 યોધ્ધાઓને પાકિસ્તાન દ્વારા જ બંદી બનાવાયા છે અને પાક જેલમાં બંધ છે.

ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ આ યાદી અનુસાર પાકિસ્તાન જેલમાં 17 આર્મી ઓફિસર, 12 સૈનિક, 24 એરફોર્સના ઓફિસર અને એક નેવી ઓફિસરનો સમાવેશ થાય છે.

પાકિસ્તાન જેલમાં બંધ 15 પંજાબ રેજીમેન્ટના મેજર એસપીએસ બરાઇચની પુત્રી ડો.સિમ્મી કહે છે કે, કહેવા માટે તો સરકારે આ મામલે એક કમિટી પણ બનાવી છે. પરંતુ કમિટી માત્ર પાંચ છ મહિનામાં એક વાર મળે છે પરંતુ કાર્યવાહીના નામે કંઇ નથી. આ મુદ્દાને પાકિસ્તાન સામે કડકાઇથી ઉઠાવાતો નથી. જ્યારે આ મામલે ઘણા ઠોસ પુરાવા પણ છે.

ડો.સિમ્મીના અનુસાર યુધ્ધબંધક મેજર અશોક સુરીની ચોરી છુપીથી મોકલાયેલી ચિઠ્ઠી 1975માં એમના પરિવારને મળી હતી. જેમાં આ બાબતો પણ ઉજાગર થાય છે. આ પરિવારે આ ચીઠ્ઠી વર્ષ 2007માં ભારત સરકારને પણ સોંપી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર