સિંધુ આયોગ બેઠકમાં જોડાવા ભારત તૈયાર, પાકિસ્તાન સાથે થશે વિવાદો પર ચર્ચા

Mar 03, 2017 09:04 AM IST | Updated on: Mar 03, 2017 09:04 AM IST

નવી દિલ્હી #કેદીઓને છોડ્યા બાદ સૌહાર્દપૂર્ણ વ્યવહાર બતાવ્યા બાદ ભારત હવે પાકિસ્તાન સાથે સિંધુ જલ વિવાદ મામલે વાતચીત કરવા માટે તૈયાર છે. કહેવાઇ રહ્યું છે કે, સિંધુ આયોગની બેઠક આ મહિને લાહોરમાં થનારી છે. ભારત આ બેઠકમાં ભાગ લઇ શકે એમ છે.

ભારત અને પાકિસ્તાન સિંધુ જલ વિવાદના વિવિધ મામલે વાતચીત મામલે ફરી ચર્ચા થઇ શકે છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ એવા મોહાલ ખડો થયો હતો કે ભારત પાકિસ્તાનમાં જતી સિંધુ નદીના પાણીનો પ્રવાહ રોકી દેશે. જોકે આ એ વખતે તર્ક હતો પરંતુ હવે ભારત જાણે નરમ પડ્યું હોય એ રીતે પાકિસ્તાન સાથે વાતચીત કરવા તૈયાર થઇ ગયું છે.

સિંધુ આયોગ બેઠકમાં જોડાવા ભારત તૈયાર, પાકિસ્તાન સાથે થશે વિવાદો પર ચર્ચા

અંદાજે છ મહિના પહેલા આતંકી હુમલાઓને પગલે ભારતે પાકિસ્તાન સાથેનો સિંધુ જલ કરાર રદ કરી દેવા તૈયારી બતાવી હતી. જોકે હવે માહોલ બદલાયેલો દેખાઇ રહ્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર