દરેક બોલર માટે શ્રેષ્ઠ, બુમરાહના આ છ બોલ, જેના પર સવાસો કરોડ ભારતીયોના શ્વાસ થંભી ગયા હતા

Jan 30, 2017 09:09 AM IST | Updated on: Jan 30, 2017 09:09 AM IST

નવી દિલ્હી #ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રવિવારે રમાયેલી સીરીઝની બીજી ટી20 મેચમાં ફરી એકવાર ક્રિકેટમાં રોમાંચ ચરમસીમાએ જોવા મળી, બુમરાહની છેલ્લી ઓવરે મેચની આખી બાજી પલટી નાંખી, બુમરાહના આ છ બોલ દરેક બોલર માટે તો શ્રેષ્ઠ હતા જ સાથોસાથ આ ઓવરમાં સવાસો કરોડ ભારતીયોના શ્વાસ પર થંભી ગયા હતા. છેવટે બુમરાહે પોતાની બોલિંગમાં શ્રેષ્ઠ દેખાવ કરતાં ભારતનો રોમાંચક રીતે 5 રનથી વિજય થયો હતો.

નાગપુર ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડને જીત માટે છેલ્લી 2 ઓવરમાં 24 રન જરૂરી હતા. મેચમાં સૌથી સફળ બોલર આશીષ નહેરાએ નાંખેલી 19મી ઓવરમાં 16 રન આપ્યા હતા. આ ઓવરમાં જોસ બટલરે એક સિક્સ અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. જેના પરિણામે છેલ્લી ઓવરમાં ઇંગ્લેન્ડને જીત માટે આઠ રન જરૂરી હતી.

દરેક બોલર માટે શ્રેષ્ઠ, બુમરાહના આ છ બોલ, જેના પર સવાસો કરોડ ભારતીયોના શ્વાસ થંભી ગયા હતા

કોહલીએ યુવા બોલર જસપ્રીત બુમરાહને બોલિંગ આપી. મેદાનમાં હાજર અને મેચ જોઇ રહેલા કરોડો ભારતીય દર્શકોના શ્વાસ થંભી ગયા હતા કે હવે શું થશે? બધાને એવું જ લાગતું હતું કે મેચ ગઇ હાથમાંથી, પરંતુ બુમરાહએ છેલ્લી ઓવરમાં કમાલ કરી અને આખી બાજી પલટી નાંખી અને ભારતનો 5 રનથી વિજય થયો. બુમરાહની છેલ્લી ઓવરના છ બોલ શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થાય એવા રહ્યા.

1.પહેલો બોલ: રૂટના પેડ પર વાગ્યો અને એલબીડબલ્યુ આઉટ થયો

2.બીજો બોલ: બુમરાહે આ બોલ ધીમો નાંખ્યો અને મોઇન અલીએ માત્ર એક રન લીધો

3. ત્રીજો બોલ: બટલર આ બોલમાં કોઇ રન બનાવી ન શક્યો, ડોટ બોલ પડ્યો

4. ચોથો બોલ: ઉંચો શોટ લગાવવાના ચક્કરમાં બટલર બોલ્ડ થયો

5. પાંચમો બોલ: જોર્ડન કોઇ શોટ લગાવી ન શક્યો, પરંતુ બાયના રૂપમાં એક રન લીધો.

6.છઠ્ઠો બોલ: જીત માટે ઇંગ્લેન્ડને છ રન જરૂરી હતા પરંતુ બુમરાહના વેધક બોલમાં મોઇન અલી કોઇ રન બનાવી ન શક્યો અને ભારતનો પાંચ રને વિજય થયોય

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર