IND vs BAN: બાંગ્લાદેશને મોટો ઝટકો, તમીમ ઇકબાલની એક ભૂલ ટીમને પડી ભારે

Feb 11, 2017 11:12 AM IST | Updated on: Feb 11, 2017 11:12 AM IST

હૈદરાબાદ #હૈદરાબાદમાં રમાઇ રહેલી ભારત સામેની ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશની ત્રણ વિકેટ પડી છે. ઓપનર બેટ્સમેન તમીમ ઇકબાલ રન આઉટ થઇને પવેલિયન પરત ફર્યો છે એ બાદ મોમિનુલ હક પણ માત્ર 12 બનાવી ઉમેશ યાદવનો શિકાર બન્યો છે.

ભારત બાંગ્લાદેશ ટેસ્ટ મેચ, LIVE સ્કોર જોવા અહીં ક્લિક કરો

IND vs BAN: બાંગ્લાદેશને મોટો ઝટકો, તમીમ ઇકબાલની એક ભૂલ ટીમને પડી ભારે

તમીમ ઇકબાલે 53 બોલમાં 25 રન બનાવ્યા હતા. તમીમે ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તમીમ શાનદાર બેટીંગ કરી રહ્યો હતો. પરંતુ એને આઉટ કરવામાં ટીમ ઇન્ડિયાને સફળતા મળતાં બાંગ્લાદેશને મોટો ઝટકો મળ્યો છે.

ભારતે પ્રથમ દાવ લેતાં પ્રથમ ઇનિંગમાં 687 રનનો વિશાળ સ્કોર કર્યો છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી ફરી એકવાર પોતાની શક્તિનો પરચો આપ્યો છે. જબાવમાં બાંગ્લાદેશે બીજા દિવસના અંતે એક વિકેટ ગુમાવી 41 રન બનાવ્યા હતા. આજે સવારે બાંગ્લાદેશને સારી શરૂઆત કરી હતી પરંતુ ભારતીય બોલરોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતાં બાંગ્લાદેશને કાબુમાં રાખ્યું છે.

સૌમ્ય સરકાર 15 રને ઉમેશ યાદવનો શિકાર થયો હતો. રિધ્ધિમાન સહાએ પાછળ કેચ પકડ્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર