IND Vs AUS: સહેવાગની ભવિષ્યવાણી, ઇતિહાસ રચશે ભારતીય ટીમ

Feb 23, 2017 08:58 AM IST | Updated on: Feb 23, 2017 08:58 AM IST

નવી દિલ્હી #ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઇ રહી છે. ચાર મેચની આ સિરીજ માટે ટીમ ઇન્ડિયા સજ્જ છે તો પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે ભારતની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ભવિષ્યવાણી કરી કે ભારત ઇતિહાસ રચશે. જોકે એમણે ટીમ ઇન્ડિયાને ટકોર પણ કરી છે કે પાસા બદલાતાં વાર નહીં લાગે.

વિરેન્દ્ર સહેવાગે પૂણેમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, આ ટીમ ઇન્ડિયા સારૂ ક્રિકેટ રમી રહી છે. નવ ટેસ્ટ મેચમાંથી આઠ જીતી છે, જે મોટી સિધ્ધિ છે. પરંતુ પાસા બદલાતાં વાર નથી લાગતી. મારા હિસાબે આ સિરીજમાં એક ટેસ્ટ એવી હશે કે જેમાં બોલરો નહીં ચાલે કે બેટસમેનો નહીં ચાલે.

IND Vs AUS: સહેવાગની ભવિષ્યવાણી, ઇતિહાસ રચશે ભારતીય ટીમ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર