IND vs AUS: વિરાટ સેનાએ હારને જીતમાં પલટી, ઓસ્ટ્રેલિયાને 75 રનથી હરાવ્યું

Mar 07, 2017 03:10 PM IST | Updated on: Mar 07, 2017 03:24 PM IST

બેંગલુરૂ #વિરાટ સેનાએ આજે પોતાનું પાણી બતાવ્યું છે અને ટેસ્ટ મેચમાં સતત બીજી હારને જીતમાં પલટી છે. ભારતીય બોલરોએ ઉત્કૃષ્ઠ બોલિંગનું પ્રદર્શન કરતાં 75 રનથી શાનદાર વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાને જીત માટે 186 રન બનાવવા હતા ત્યાં અશ્વિને ફિરકી ફેરવતાં 112 રનમાં ટીમ ઓસ્ટ્રેલિયાનો ગરબો ઘર ભેગો થયો હતો.

મેચનો ફુલ સ્કોર જોવા માટે ક્લિક કરો

IND vs AUS: વિરાટ સેનાએ હારને જીતમાં પલટી, ઓસ્ટ્રેલિયાને 75 રનથી હરાવ્યું

બેંગલુરૂ ટેસ્ટમાં શરૂઆતથી જ ભારતના માથે હાર દેખાતી હતી. બીજા દાવમા ંપણ ટીમ ઇન્ડિયા સસ્તામાં આઉટ થઇ હતી. પરંતુ જાડેજા અને અશ્વિને સરસ બોલિંગ ફેંકતાં ઓસ્ટ્રેલિયાને માત્ર 112 રનમાં ઓલ આઉટ કર્યું હતું.

અશ્વિને છ વિકેટ ઝડપી

ઓસ્ટ્રેલિયાને જીત માટે 186 રન કરવાના હતા જોકે ભારતીય સ્પિનરોએ પોતાનું કૌવત બતાવતાં ઓસ્ટ્રેલિયાના બેસ્ટમેનો ઘૂંટણીયે પડ્યા હતા. એમાંય ખાસ કરીને અશ્વિને તો છ વિકેટ લઇ જાદુ કર્યો છે. અશ્વિને 41 રન આપી છ વિકેટ ઝડપી છે. જ્યારે ઉમેશ યાદવે 30 રન આપી 2 વિકેટ લીધી હતી જયારે ઇશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ એક એક વિકેટ લીધી હતી.

સાત ખેલાડીઓ અંડર ટેન

ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં ભારતીય બોલરો શરૂઆતથી જ હાવી થયા હતા. જેને કારણે ફટાફટ વિકેટો પડી હતી. સાત ખેલાડીઓ તો અંડર ટેન રહ્યા હતા. માત્ર ડેવિડ વોર્નર 17 રન, સ્મિથ 28 રન, પીટર હેન્ડસ્કોમ્બ 24 રન તથા મિશેલ માર્શે 13 રન બનાવ્યા હતા.

ભારત પ્રથમ દાવ : 189/10 (71.2 ઓવર)

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ : 276/10 (122.4 ઓવર)

ભારત બીજો દાવ: 274/10 (97.1 ઓવર)

ઓસ્ટ્રેલિયા બીજો દાવ: 112/10 (35.4 ઓવર)

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર