IND VS AUS: ત્રીજી ટેસ્ટ મેચ થઈ ડ્રો, 4 ભૂલો ભારતને પડી ભારે

Mar 20, 2017 06:07 PM IST | Updated on: Mar 20, 2017 06:07 PM IST

રાંચીમાં રમાઈ રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઈ છે.4 ટેસ્ટ મેચની સિરીઝ 1-1ની બરાબરી પર બંને ટીમો છે. ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલા આ મેચ ભારત જીતી જશે તેવું લાગતુ હતું પરંતુ હેડસકોમ્બ અને શોન માર્શએ એવું થવા ન દીધુ. જેમાં ટીમ ઇન્ડિયાની ભુલ જ નજર આવી છે. આ વાતથી કપ્તાન કોહલી પણ નિરાશ જોવા મળ્યા છે.

મેચના પ્રથમ દિવસે વિરાટનો ખભો ચોટીલ થયો. પછી રહાણે કપ્તાની કરતા જોવા મળ્યા, પરંતુ તેની કપ્તાનીમાં એ ધાર જોવા મળી ન હતી જે વિરાટની આક્રમકતામાં છે. અહીથી જ ઓસ્ટ્રેલિયાને માનસિક રીતે મજબૂતી મળી અને પહેલી દાવમાં 451 રન બનાવ્યા, સ્ટીવન સ્મિથે 178 અને ગ્લેન મેક્સવેલએ 104 રન બનાવ્યા હતા. જો વિરાટ મેદાન પર હોત તો આવું થઇ શક્યું ન હોત.

IND VS AUS: ત્રીજી ટેસ્ટ મેચ થઈ ડ્રો, 4 ભૂલો ભારતને પડી ભારે

5મા દિવસે લાગતુ હતું ટીમ ઇન્ડિયા આસાનીથી ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરી દેશે પરંતુ ન જાણે કેમ લંચ સુધી અશ્વિનથી વિરાટે એક જ ઓવર નંખાવી હતી એ પણ બહુ લેટ, અહી જાડેજાને અશ્વિનનો સાથ મળ્યો હોય તો પરિણામ અલગ જ આવી શકત.

મેચમાં વધુ ચર્ચા રહી તે ઇશાંત શર્માની બોલિંગ, તેને એક વિકેટ તો જરૂર મળી પરંતુ ઓસ્ટ્રેલિયાઇ બેસ્ટમેનો પર કોઇ ખાસ પ્રભાવ પાડી શક્યો ન હતો. બીજી બાજુ ઉમેશ યાદવની બોલિંગમાં પણ એ ધાર જોવા મળી ન હતી જેના માટે તેઓ જાણીતા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર